પાટણ તા. ૨૬
HTAT મુખ્ય શિક્ષકોના બદલી અને કેડર અંગેના નિયમો તાત્કાલિક જાહેર કરવાની માગ સરકાર સુધી પહોંચાડવા સોમવારે HTAT મુખ્ય શિક્ષક મિત્રો દ્રારા જિલ્લા કલેકટર ને રૂબરૂ મળી રજુઆત સાથે લેખિતમાં જાણ કરી હતી. ગુજરાત રાજ્ય HTAT મુખ્ય શિક્ષક સુચિત સંઘના તમામ મુખ્ય શિક્ષક મિત્રો દ્રારા કલેકટર સમક્ષ કરાયેલી રજુઆત સાથે ની માંગણી મા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અને જે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશીને કારણે ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં HTAT મુખ્ય શિક્ષકની પોસ્ટ ઊભી કરી વર્ષ 2012 થી 2018 સુધી નિમણુંક આપવામાં આવી હતી.
ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા HTAT આચાર્યમિત્રો 2012 થી શાળામાં ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહ્યા છે. હાલ કેડરને અસ્તિત્વમાં આવ્યાને 11 વર્ષથી પણ વધુ સમય વીતી ગયો હોવાં છતાં અમારાં બદલી અને સેવાકીય નિયમો જાહેર થયા નથી. અમારાં બદલી, સેવાકીય નિયમો અને વિવિધ પ્રશ્નોનાં નિરાકરણ માટે આજ દિન સુધી વારંવાર વિવિધ રજૂઆતો શિક્ષણ વિભાગમાં છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યા છે.
નિયમો તૈયાર હોવા છતાં જાહેર કરવા અંગે યોગ્ય નિર્ણય આજ દિન સુધી આવેલ નથી. પરિણામે અમારે ગાંધી ચીંધ્યા માર્ગે ધરણાં કરવાની જરૂર પડશે. ત્યારે અમારી આ રજૂઆત સરકાર સુધી પહોંચાડશોએવી આગ્રહ ભરી વિનંતી સહ HTAT શિક્ષક મિત્રો દ્રારા રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.