google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

સોનાના દાગીનાઓ ધોઇ આપવાના બહાને કેમીકલ દ્વારા ગાળણ કરી તેમાંથી સોનુ નીકાળી છેતરપીંડી આચરતા બે આરોપી ઝડપાયા..

Date:

પાટણ સીટી ‘બી’ ડીવીઝન પોલીસને સફળતા સાંપડી.

પાટણ તા. 18
પાટણ શહેર અને જિલ્લામાં વણ શોધાયેલ મિલકત સબંધી ગુન્હા શોધી કાઢવા સારૂ જિલ્લા પોલીસ વડા ની સુચના આધારે તથા નાયબ પોલીસ અધિક્ષકની સિધ્ધપુર વિભાગ તથા બી ડીવીઝન પોસ્ટે ને મિલકત સંબંધી ગુના સોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને પાટણ સીટી બી ડીવીઝન પોસ્ટે ની ટીમે મિલકત સંબધી ગુનાના કામે નેત્રમ કમાંડ એન્ડ કંટ્રોલ પાટણના સી સી ટીવી ફુટેજ મેળવતા શંકમંદ ઇસમ મળી આવતા સદરી ઇસમો બાબતે ખાનગી ભરોસાના બાતમી દારો દ્વારા તપાસ કરાવતાં બાતમી હકીકત મળેલ કે સદરી ઇસમો કોલેજ રોડ તરફ જતા હોઇ જે હકીકત આધારે તપાસ કરતાં સદરી શકમંદ ઇસમો મળી આવતા તેઓને પકડી પુછપરછ કરતાં પોતાની પાસે રહેલા બે થેલા ઓમાં ચેક કરતાં અલગ અલગ પ્રકારના કેમી કલ લીક્વીડ તેમજ પાઉડર તેમજ બીજી અન્ય સામગ્રી હોઇ જે બાબતે પુછતાં જણાવેલ કે અમો ગ્રાહકો નુ સોનુ ધોઇ તેને ચળકાવી આપવાના બહાને સોનાના દાગીનાઓ ધોઇ તેમાંથી સોનું નિકાળી જે ધોયેલ સોનાનુ કેમીકલ પોતાની સાથે લઇ જઇ ગ્રાહકો સાથે છેતરપીંડી આચરતા હોવાની કબુલાત કરતા જીતેન્દ્રકુમાર ગીરો મંડલ ભોઇ ઉવ ૨૭ રહે ગામ – હરીનકોલ તા ધમદાહ જિ પુર્નિયા, બિહાર, અમિતકુમાર ભાગવતમંડલ ભોઇ ઉવ.૩૦ રહે. વોર્ડ નં ૦૩ ગોવીદપુર કૌસલી મદરૌની તા.રંગૌચી જિ ભાગલપુર બિહાર વાળા ની અટકાયત કરી પાટણ સીટી બી ડીવીઝન પોસ્ટે પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૧૭૦૨૦૨૩૦૨૬૫/૨૩ ઇ.પી.કો કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ,પાટણ સીટી બી ડીવી પોસ્ટે પાર્ટ એ ગુ ૨ નં.૧૧૨૧૭૦૨ ૦૨૩૦૨૬૬/૨૩ઇ.પી.કો.કલમ-૪૦૬,૪૨૦ ૧૧૪ મુજબ,પાલનપુર પશ્ચિમ પોસ્ટે પાર્ટ એ.ગુ.ર નં.૧૧૧૯૫૦ ૧૦૨૩૦૨૧૮/૨૩ ઇ.પી.કો. કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ તથા સમી પો.સ્ટે.ના ગુર્જરવાડા ગામે વૃધ્ધાની સોનાની બંગડી ધોઇ આપવાના બહાને નકલી પધરાવી અસલી લઇ ગયા હોવાના ગુનાનો પદૉફાસ કરી વધુ તપાસ પોલીસ દ્રારા હાથ ધરવામાં આવી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

દિયોદર ની શ્રી.વી.કે. વાઘેલા સ્કૂલ ના વિધાર્થીઓનું ધો.12 નું ઝળહળતું પરિણામ..

દિયોદર ની શ્રી.વી.કે.વાઘેલા સ્કૂલના વિધાર્થીઓનું ધો.12 નું ઝળહળતું પરિણામ.. ~ #369News

પ્રધાનમંત્રી ની 100 મી મન કી બાત કાર્યક્રમને સફળ બનાવવા પાટણ રાણકી વાવ ખાતે કાર્યકર્તા બેઠક યોજાઈ..

પ્રધાનમંત્રી ની 100 મી મન કી બાત કાર્યક્રમને સફળ બનાવવા પાટણ રાણકી વાવ ખાતે કાર્યકર્તા બેઠક યોજાઈ.. ~ #369News

પાટણ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ના દિવ્ય દર્શન ભવનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો..

પાટણ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ના દિવ્ય દર્શન ભવનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો.. ~ #369News