ઝાંઝરકા મંદિર લઘુમહંત યોગીરાજજી બાપુ, ભાજપ અનુસુચિત જાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયાજીએ શોકાતુર પરિવારની મુલાકાત લઈ શાત્વના પાઠવી..
મૃતકના પરિવારજનોને સરકાર દ્વારા રૂ. ૪ લાખની મૃત સહાય જાહેર કરવામાં આવી..
પાટણ તા. ૨૮
સૌરાષ્ટ્રના હળવદ તાલુકાના ઢવાણા ગામે ૧૭ લોકો ને લઇ ને પસાર થઇ રહેલ ટ્રેક્ટર તણાયાના બનાવમાં ૯ લોકો ને બચાવી લેવામાં આવ્યાં છે તો ૬ યુવાનનો મૃતદેહ હાથ લાગ્યા છે. હજુ લોકો ૨ લોકો લાપતા હોય તેની શોધખોળ ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્રારા શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઢવાણા પાસે આવેલ કંકાવટી નદીમાં ગત રવિવાર રાત્રે નવ વાગ્યાની આજુબાજુ એક ટ્રેક્ટર નદીના ધસમસતા પ્રવાહમાં તણાયું હતું. અને તેમાં સવાર ૧૭ જેટલા લોકો તણાયા હતાં. એ રાત્રે જ સ્થાનિક ગ્રામજનો દ્વારા ભારે જહેમત ઉઠાવી ૯ લોકો ને બચાવી લેવા મા આવ્યા હતા.આઠ લોકો લાપતા હતા. જેઓને શોધવા તંત્રએ શોધખોળ હાથ ધરી છે. બાવળ-ઝાંખરા વિસ્તાર વધુ હોવાથી તણાયેલા લોકોની શોધખોળ માટે ફાયરબ્રિગેડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમે શોધખોળ હાથ ધરી હતી. મહા મહેનત બાદ કુલ છ લોકોના મૃતદેહ શોધી કાઢ્યા છે તો હજુ બે લાપતા લોકોની શોધખોળ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ઢવાણામા આવડી મોટી દુઃખદ ઘટના સર્જાયા ગામમાં માતમ જેવો માહોલ છવાઈ ગયો છે. ગતરોજ દુર્ઘટનાગ્રસ્ત પરિવારનાં લોકોને રાજકીય, સામાજિક આગેવાનો એ રૂબરૂ મળીને સાંત્વના આપી હતી તેમજ સરકારી મદદ વધુ માં વધુ મળે તેવા પ્રયાસ કરાશે તેવી હૈયાધારણા આપી હતી. આ મુલાકાત દરમિયાન ઝાંઝરકા સમાધી સ્થાનના લઘુ મહંત શ્રી યોગીરાજ ટૂંડીયાજી, ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયા સાથે અનુસૂચિત જાતિ મોરચાના પદાધિકારીઓ અને સ્થાનિક આગેવાનોએ ઉપસ્થિત રહી અનુસુચિત જાતિના ૧૭ લોકો પૈકી પાણીના પ્રવાહમાં તણાઈને પોતાના જીવ ગુમાવેલ ૬ લોકો અને લાપતા અન્ય બે લોકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
ઝાંઝરકા મંદિર લઘુમહંત યોગીરાજજી બાપુ, ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચા ના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયાજી તથા પાર્ટીના કાર્યકરોએ શોકાતુર પરીવારોને મળ્યા બાદ સ્થાનિક ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાજી, સાંસદ ચંદુભાઈ શિહોરાજી તથા કલેક્ટરને મળી સરકાર તરફથી શક્ય તેટલી વધુ અને ત્વરીત સહાય મળે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું હતું.
જોકે આ બનાવમાં મૃત્યુ પામેલા ના દરેક પરિવાર જનોને સરકાર દ્વારા મૃત સહાય પેટે રૂ. ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.