આર્થિક અને શારીરિક સંક્રમણથી કંટાળેલ પરિવાર રાધનપુર રેલવે નીચે પડતું મુકે તે પહેલા ઉગારી લેવાયો..
રેલવે ટ્રેક નીચે પડતું મુકનાર પિતા પુત્રને સામાન્ય ઈજાઓ થતા 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયા..
બનાવવાની જાણ રાધનપુર ધારાસભ્યને થતા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા અને ઠાકોર પરિવારને આશ્વાસન પૂરું પાડ્યું…
રેલવે ચાલક સહિત સ્ટાફની સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ ટળતા લોકોએ હાશકારો અનુભવ્યો..
પાટણ તા 22
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેલ્વે સ્ટેશન ખાતે સમી તાલુકાના જાખેલ ગામના ઠાકોર ચમનજી હેમાજી અને તેના પત્ની અને તેના ચાર બાળકો આર્થિક અને શારીરિક સંક્રમણ ને લઈ સહપરિવાર જીવન ટૂંકાવવા માટે રાધનપુર રેલવે સ્ટેશને પડતું મૂકવા માટે આવ્યા હતા પરંતુ રેલવે ચાલકની સમય સૂચકતા ને લઈ પરિવારને બચાવી લેવાતા લોકો એ હાથકારો અનુભવ હતો.
બનાવવાની મળતી હકીકત મુજબ સમી તાલુકાના જાખેલ ગામે રહેતા અને મજૂરી કામ કરી પોતાની પત્ની અને ચાર બાળકોનું જીવન નિર્વાહ ચલાવતા ઠાકોર ચમનજી હેમાજી છેલ્લા કેટલાક સમયથી આર્થિક અને શારીરિક રીતે સંક્રમણ ભોગવી રહ્યા હોય જેના કારણે જીવનથી નાસીપાસ થઈ સહ પરિવાર સાથે આત્મ હત્યા કરવાનો વિચાર કરી પોતાની પત્ની અને ચાર બાળકો સાથે શનિવારના રોજ રાધનપુર રેલવે સ્ટેશન એ રેલવે નીચે પડતું મૂકવા માટે મન બનાવીને આવ્યા હતા. અને આ સમય દરમિયાન ધીમી ગતિએ રાધનપુર રેલવે સ્ટેશન એ આવી રહેલી રેલવે નીચે ઠાકોર ચમનજી એ પોતાના એક બાળક સાથે પડતું મુકતા અને આ ઘટના રેલ્વે ચાલકના ધ્યાન આવતા તેઓએ તાત્કાલિક રેલવે ને બ્રેક મારી દેતા રેલવે ઊભી રહી જવા પામી હતી અને રેલવે ચાલકે તાત્કાલિક આ બાબતની જાણ અન્ય રેલવે કર્મચારીઓને તેમજ રેલવે પોલીસને કરતા તેઓએ ઘટના સ્થળે દોડી આવી ચમનજી ઠાકોર સહિત તેમના માસુમ બાળકને રેલવેની ટક્કરે થયેલી સામાન્ય ઇજાઓના કારણે 108 મારફત રાધનપુર રેફરલ હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ચમનજીના પત્ની સહિત અન્ય ત્રણ બાળકોને પણ સહી સલામત ઉગારી લેવામાં આવતા મોટી દુર્ઘટના બનતી અટકી હોય લોકોએ હાસ્કારો અનુભવ્યો હતો.
રાધનપુર રેલવે સ્ટેશન પર સમી તાલુકાના જાખેલ ગામના એક જ પરિવારના છ લોકો રેલવે નીચે પડતું મૂકવા આવ્યા હોવાની ઘટના ને લઇ સનસનાટી મચી જવા પામી હતી. તો આ બનાવના પગલે રેલવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું રેલવે માં ફરજ બજાવતા ભરતભાઈએ જણાવ્યું હતું.