fbpx

ભિંડરાવાલાના ગામમાંથી ઝડપાયો અમૃતપાલ સિંહ, પંજાબ પોલીસે મોગાથી કરી ભાગેડુની ધરપકડ 

Date:

અમૃતપાલ સિંહ

અમૃતપાલ સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે. પંજાબના ADG કાયદો અને વ્યવસ્થા અર્પિત શુક્લાએ જણાવ્યું કે ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ હવે પંજાબ પોલીસની કસ્ટડીમાં છે. અહેવાલો અનુસાર, અમૃતપાલ સિંહ મોગામાંથી ઝડપાયો છે.

અમૃતપાલ સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે. પંજાબના ADG કાયદો અને વ્યવસ્થા અર્પિત શુક્લાએ જણાવ્યું કે ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ હવે પંજાબ પોલીસની કસ્ટડીમાં છે. અહેવાલો અનુસાર, અમૃતપાલ સિંહ મોગામાંથી ઝડપાયો છે. અજનલાની ઘટના બાદથી અમૃતપાલ ફરાર હતો અને હવે અમૃતપાલ સિંહ પોલીસની પકડમાં આવી ગયો હોવાના અહેવાલ છે. પંજાબ પોલીસે પુષ્ટિ કરી છે કે ‘વારિસ પંજાબ દે’ના ચીફ અને ખાલિસ્તાની તરફી અમૃતપાલ સિંહની પંજાબ પોલીસે પંજાબના મોગા જિલ્લામાંથી ધરપકડ કરી છે.

જસબીર સિંહ રોડાઈના જણાવ્યા મુજબ, અમૃતપાલ ગઈ કાલે રોડે ગામ પહોંચ્યો હતો જ્યાં સવારે 7 વાગે ગામના ગુરુદ્વારામાં પ્રાર્થના કર્યા બાદ તેણે ત્યાં પણ ઉપદેશ આપ્યો હતો અને ત્યારપછી જસબીર સિંહ રોડાઈએ પોલીસને અમૃતપાલ વિશે જણાવ્યું હતું જેના પછી પંજાબ પોલીસે તેની ધરપકડ કરી હતી.

ભિંડરાવાલાના ગામમાંથી ધરપકડ

જણાવી દઈએ કે અમૃતપાલ સિંહ 18 માર્ચથી ફરાર હતો અને લગભગ એક મહિનાથી અલગ-અલગ રાજ્યોમાં તેની હાજરી વિશે ઇનપુટ્સ મળી રહ્યા હતા. પરંતુ આજે પોલીસે તેની પંજાબના મોગાથી ધરપકડ કરી હતી. માહિતી મળી છે કે અમૃતપાલની મોગાના રોડે ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ ગામ જરનૈલ સિંહ ભિંડરાવાલાના પૈતૃક ગામ પણ છે. પંજાબ પોલીસે 18 માર્ચે અમૃતપાલ સિંહ અને તેના સંગઠન ‘વારિસ પંજાબ દે’ વિરુદ્ધ મોટા પાયે ઓપરેશન શરૂ કર્યું હતું, પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો અને હવે તે પોલીસના હાથમાં આવ્યો છે.

આસામની ડિબ્રુગઢ જેલમાં લઈ જશે

ઉલ્લેખનીય છે કે, ‘વારિસ પંજાબ દે’નો ચીફ અમૃતપાલ 36 દિવસ બાદ પોલીસની પકડમાં આવ્યો છે. 18 માર્ચથી અજનાલાથી ફરાર અમૃતપાલ આજે મોગામાંથી મળી આવ્યો છે. માહિતી અનુસાર, ધરપકડ બાદ અમૃતપાલને હવે રોડ માર્ગે અમૃતસર લઈ જવામાં આવી રહ્યો છે અને ત્યાંથી તે સીધી ફ્લાઈટમાં આસામની ડિબ્રુગઢ જેલ જશે.

અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો

કટ્ટરપંથી ઉપદેશક અમૃતપાલ સિંહ તેના એક ધરપકડ કરાયેલા સહયોગીની મુક્તિ માટે તેમના સમર્થકોએ અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યા પછી પંજાબ પોલીસે તેમના પર કડક કાર્યવાહી કર્યાના એક મહિના પછી પણ ફરાર છે. તેમની પત્ની કિરણદીપ કૌરને ગુરુવારે અમૃતસર એરપોર્ટ પર અધિકારીઓએ રોકી હતી જ્યારે તે લંડનની ફ્લાઈટમાં ચઢવાનો પ્રયાસ કરી રહી હતી. અમૃતપાલે આ વર્ષે ફેબ્રુઆરીમાં બ્રિટનમાં રહેતી કૌર સાથે લગ્ન કર્યા હતા.

અમૃતપાલ બે વખત પોલીસના હાથમાંથી સરકી ગયો

અમૃતપાલ અને તેની સંસ્થા ‘વારિસ પંજાબ દે’ના સભ્યો સામે 18 માર્ચથી કાર્યવાહી શરૂ થઈ હતી. જો કે, તે બે વખત પોલીસની પકડમાંથી છટકી ગયો હતો – પ્રથમ 18 માર્ચે જલંધર જિલ્લામાં વાહનો બદલીને અને ફરીથી 28 માર્ચે હોશિયારપુરમાં જ્યારે તે તેના મુખ્ય સાથી પાપલપ્રીત સિંહ સાથે પંજાબ પાછો ફર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રીસ્થળ સંગ્રહાલય સિદ્ધપુર ખાતે હેરિટેજ દિવસની ઉજવણી કરવામાં આવી..

પાટણ તા. 20શ્રીસ્થળ સંગ્રહાલયસિદ્ધપુર પુરાતત્વ અને સંગ્રહાલય ખાતુ રમતગમત...