fbpx

IPL 2023 : મુંબઈને હરાવીને ગુજરાત પોઈન્ટ ટેબલ માં પહોંચ્યું બીજા સ્થાને, જાણો તમારી ફેવરિટ ટીમ ક્યા નંબર પર છે

Date:

IPL ની 16મી સીઝનની 35મી લીગ મેચમાં, ગુજરાત ટાઇટન્સ ની ટીમે સરળતાથી મુંબઈ ઈન્ડિયન્સ ને 55 રનથી હરાવ્યું અને પોઈન્ટ ટેબલમાં તેમનું સ્થાન આગળ આવ્યું છે. IPL ની 16મી સીઝનની 35મી લીગ મેચમાં, ગુજરાત ટાઇટન્સ ની ટીમે સરળતાથી મુંબઈ ઈન્ડિયન્સ ને 55 રનથી હરાવ્યું અને પોઈન્ટ ટેબલમાં તેમનું સ્થાન આગળ આવ્યું છે. આ સિઝનમાં તેની 7મી લીગ મેચમાં ગુજરાતની આ 5મી જીત હતી અને તે હવે 0.580 ની ટીમ ના નેટ રનરેટ સાથે 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ હજુ પણ ટોચ પર છે, રાજસ્થાન અને લખનૌની ટીમ ત્રીજા અને ચોથા સ્થાન પર છે

ચેન્નાઈ સુપર કિંગ્સ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે, જેમાં તેનો નેટ રનરેટ 0.662 છે.

આ સિવાય રાજસ્થાન રોયલ્સ ત્રીજા સ્થાને આવી છે, જેણે અત્યાર સુધી 7 લીગ મેચમાંથી 4 જીતી છે, જ્યારે 3માં હારનો સામનો કરવો પડ્યો છે. હાલમાં, રાજસ્થાનના 8 પોઈન્ટ છે, જ્યારે તેમનો નેટ રનરેટ 0.844 છે. ચોથા નંબર પર લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ છે, જેના પણ 7 લીગ મેચ બાદ 8 પોઈન્ટ છે, જ્યારે ટીમનો નેટ રનરેટ 0.547 છે.

બેંગ્લોર પાંચમા અને પંજાબ છઠ્ઠા ક્રમે છે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને છે, જેમાં તેણે 7 મેચમાંથી 4માં જીત મેળવી છે અને હાલમાં તેનો નેટ રનરેટ -0.008 છે. આ પછી પંજાબ કિંગ્સ ટીમ છઠ્ઠા સ્થાને છે, જેના પણ 8 પોઈન્ટ છે પરંતુ તેનો નેટ રનરેટ -0.162 છે. 7માં સ્થાને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છે, જે અત્યાર સુધી 7માંથી માત્ર 3 મેચ જીતવામાં સફળ રહી છે અને 4માં હારનો સામનો કરી ચુકી છે, આ સમયે ટીમનો નેટ રનરેટ -0.620 છે.

છેલ્લા 3 સ્થાન પર કોલકાતા, હૈદરાબાદ અને દિલ્હી

હાલમાં, કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને છે, જેણે 7 મેચ માંથી 5 મેચ ગુમાવી છે અને તેનો નેટ રનરેટ -0.186 છે. આ પછી સનરાઈઝર્સ હૈદરાબાદ ની ટીમ 9માં સ્થાને છે, જેના 7 મેચ બાદ 4 પોઈન્ટ છે અને દિલ્હી કેપિટલ્સ ટીમ 10માં સ્થાન પર છે અને તેના પણ આ સમયે માત્ર 4 પોઈન્ટ છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

શું અમદાવાદ માં રમાઈ રહેલી આજે ધોની ની આ અંતિમ અને યાદગાર મેચ હશે કે પછી મોસમ માહોલ બગાડશે

શું અમદાવાદ માં રમાઈ રહેલી આજે ધોની ની આ અંતિમ અને યાદગાર મેચ હશે કે પછી મોસમ માહોલ બગાડશે ~ #369News

પાટણ જિલ્લાના હાજીપુરની 18 દીકરીઓએ દેશભરની સ્પર્ધાઓમાં 336 મેડલ જીત્યાં

પાટણ જિલ્લાના હાજીપુરની 18 દીકરીઓએ દેશભરની સ્પર્ધાઓમાં 336 મેડલ જીત્યાં ~ #369News

રાધનપુર ભાભર ત્રણ રસ્તા પાસે અજાણ્યા વાહન ની ટક્કરે બાઈક ચાલક યુવાનનું મોત નીપજ્યું..

રાધનપુર ભાભર ત્રણ રસ્તા પાસે અજાણ્યા વાહન ની ટક્કરે બાઈક ચાલક યુવાનનું મોત નીપજ્યું.. ~ #369News