fbpx

પાટણમાં કમો સમી વરસાદે રેલવે નું ગર નાળુ છલકાવ્યું…

Date:

રેલ્વે ગરનાળા નીચે વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને રાહદારી ઓ મુશ્કેલીમાં મુકાયા..

પાટણ તા. 30
હવામાન ખાતાની આગાહીના પગલે રવિવાર ની બપોરે અચાનક આકાશમાં કાળા ડિબાગ વાદળો છવાયા હતા. અને ગાજવીજ સાથે મેઘરાજા એ વર્ષા કરતા શહેરના નિચાણ વાળા વિસ્તારો જળ બંબાકાર બનવા પામ્યા હતા.

રવિવારે બપોરે મુશળધાર પડેલ વરસાદના કારણે શહેરના પ્રથમ રેલવે ગરનાળા નીચે વરસાદી પાણી ભરાવાના કારણે આ માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાતા શહેરીજનોને પારાવાર પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો.પાટણ નગરપાલિકા દ્વારા શહેરના તાજેતરમાં બનાવાયેલા વિવિધ માર્ગો પણ લેવલ વગરના બનાવેલ હોય ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઓ ઉદભવવા પામી હતી.

નીચાણવાળા વિસ્તારો સહિતના લેવલ વગરના બનાવેલા માર્ગોનું પાલિકા દ્વારા નિરાકરણ લાવવામાં આવે તેવી માગ શહેરી જનોમાં પ્રબળ બની છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રી અખિલ.હિંદ શ્રીમાળી સોની મહામંડળની કારોબારી બેઠક મળી..

બેઠકમાં કાંકરેજી-વઢીયારી શ્રીમાળી સોની સમાજના પાંચ અગ્રણીઓ બિનહરીફ ચૂંટાયા.. પાટણ...