અરજદારોના વિવિધ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા જેતે વિભાગના અધિકારીઓ અને કમૅચારીઓને સુચિત કરાયા..
પાટણ તા. 2 પાટણ તાલુકા સંકલન વ ફરીયાદ સમિતિ ની બેઠક શનિવારે પ્રાંત અધિકારી પાટણ ના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી પાટણ ખાતે મળી હતી. આ બેઠકમાં રજુ કરવામાં આવેલ અરજદારો ના વિવિધ પ્રશ્ર્નો બાબતે પ્રાંત અધિકારી દ્વારા સંલગ્ન વિભાગ ના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે ચર્ચા કરી વહેલી તકે પ્રશ્નોના નિરાકરણ અર્થેની કામગીરી માટે સુચન કરવામાં આવ્યુ હતું. પાટણ મામલતદાર કચેરી ખાતે મળેલી સંકલન વ ફરિયાદ સમિતિની બેઠકમાં પાટણ પ્રાંતઅધિકારી ,પાટણ મામલતદાર, પાટણ તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી