fbpx

સિધ્ધપુર હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થઈ રહેલ ક્રેટા ગાડી ને પાટણ LCB ટીમે આબાદ ઝડપી..

Date:

વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલ/ટીન નંગ- 924 સહિત કિં.રૂ.10, 94,150 નો મુદ્દામાલ હસ્તગત કરાયો..

પાટણ તા. 1
પાટણ જિલ્લાના સિદ્ધપુર હાઇવે માર્ગ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થઈ રહેલી ક્રેટા ગાડીને પાટણ એલસીબી ટીમે બાતમી ના આધારે ઝડપી આગળ ની કાયૅ વાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશન ની પ્રવૃત્તિને અટકાવવા જિલ્લા પોલીસવડા ની સૂચના અનુસાર પાટણ એલસીબી પીઆઈ આર.કે.અમીન ના સીધા માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એ. કે.ખોડલીયા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો સિધ્ધપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એક સફેદ કલરની ક્રેટા ગાડી નં.GJ-01-KZ-0496 માં ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી પાલનપુર તરફથી આવી મહેસાણા તરફ જવાની હકીકત મળતા એલસીબી ટીમે સિધ્ધપુર હાઈવે પર બિંદુ સરોવરથી આગળ સરસ્વતી નદીના પુલ ઉપર નાકાબંધી કરતા સદરી બાતમી હકીકતવાળી ગાડી પસાર થતાં તેની તપાસ કરતા ગાડી માંથી પર પ્રાંતીય ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો વિદેશીદારૂ તથા બીયરની બોટલ/ટીન નંગ-924 કિં.84150/- નો મુદામાલ તથા કિયા ગાડી કિં.રૂ.10 લાખ/- તથા મોબાઇલ નંગ-2 કિ.રૂ.10 હજાર/- સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ.10, 94,150 સાથે

રબારી રડમલભાઈ ઠાકરીરામ અમરારામ રહે પહાડપુર તા.જી.સાંચોર રાજ્ય-રાજસ્થાન અને બિશ્નોઈ અતુલકુમાર વિરારામ રઘુનાથ રહે ભાટીપ તા રાનીવાડા જી.ઝાલોર ને ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ની ઝીલ રેસિડેન્સી ના રહીશો પાણી, ભૂગૅભ ગટર, સ્ટ્રીટ લાઈટ અને સફાઈ મામલે પરેશાન..

પાલિકા સમક્ષ લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક નિરાકરણની માગ કરી. પાટણ...

મતદાન જાગૃતિ અંતર્ગત ‘રન ફોર વોટ : વિદ્યાર્થીઓએ અવશ્ય મત આપવાનો સંદેશો આપ્યો…

પાટણ તા. ૫પાટણ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે મતદાન...