fbpx

પાલિકા પ્રમુખ ના માગૅદશૅન હેઠળ આયોજિત ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નો પ્રારંભ કરાયો..

Date:

પાટણ તા. ૨૬
સૌ ભણે ગણે અને આગળ વધે તથા સૌને શિક્ષણ મેળવા માટે પ્રોત્સાહન મળે એવા ઉમદા આશયથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા વર્ષ.૨૦૦૩ થી શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો છે. જે ભારતના ૭૫ વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હતી કે મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓ,પદાધિકારીઓ અને અધિકારીઓ ગામડે ગામડે જઇને નાના ભુલકાઓને શૈક્ષણિક કીટો આપી શાળા પ્રવેશોત્સવ કરી આવકારેલ હતા. વડાપ્રધાને શરુ કરેલી આ પ્રણાલીને શિક્ષણની આ પરંપરાને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સફળતા પૂર્વક આગળ ધપાવી રહ્યા છે.

મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ બુધવારથી ૨૧ માં શાળા પ્રવેશોત્સવ પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમારના માગૅદશૅન હેઠળ ત્રિદિવસીય યોજાનાર કન્યા કેળવણી મહોત્સવ સાથે ના શાળા પ્રવેશોત્સવ મહોત્સવ નો બુધવારે રામનગર પ્રાથમિક શાળા, નાણા વટી પ્રાથમિક શાળા અને આદશૅ હાઈસ્કૂલ ખાતેથી કરવામાં આવ્યો હતો.

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના પ્રસંગે ઉપસ્થિત રહેલા પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવના પરિણામે ગુજરાતમાં બહુ જ મોટી શૈક્ષણિક ક્રાંતિ આવી છે. આજે ધોરણ ૧ માં નામાંકન દર ૧૦૦ ટકા સુધી પહોંચ્યો છે. જેનો શ્રેય માત્ર તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને આભારી છે.તેઓના દુરંદેશી નેતૃત્વના પગલે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સફળ રહ્યો છે.

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમથી લોકોમાં પણ જાગૃતિ આવી છે. લોકો પણ શિક્ષણનુ મહત્વ સમજતા થયા છે. અને શાળા પ્રવેશોત્સવના દિવસે બાળકને શાળામાં નામાંકન કરવાની પધ્ધતિ અપનાવી છે. શાળા પ્રવેશોત્સવના સહિયારા પ્રયાસથી બાળકો અધુરો અભ્યાસ છોડી જવાની ઘટનાઓમાં ઘટડો થયો છે. અને શાળાઓમાં ડ્રોપ આઉટ રેશીયો ઘટયો છે. શાળા પ્રવશોત્સવને બે દાયકા પુર્ણ થયા છે. આ વર્ષે પ્રાથમિક શાળાના બાળકો સાથે સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકોનો પણ પ્રવેશોત્સવ યોજાઇ રહ્યો છે.

વડાપ્રધાનના નેતૃત્વમાં ઇતિહાસના ૭૫ વર્ષ બાદ નવી શિક્ષણ નિતી અમલમાં આવી છે. ધોરણ ૧ થી ૯ બાળકોને પ્રોજેલ મુક, સ્વાધ્યાય પોથી ચિત્રપોથી જે સાધન સામગ્રી આપવાની શરુઆત પણ આ વર્ષથી કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ વધુ મજબુત બને દરેક બાળકમાં વાંચન ગણન ક્ષમતાનો વિકાસ થાય તે માટે દરેક શિક્ષક મિત્રને તેઓએ ખાસ આહવાન કરી ખાનગી શાળાઓમાં જે સાધન સામગ્રી નથી. તેવી સાધન સામગ્રી સરકારી શાળાઓમાં ઉપલ્બધ બની છે.તો બાળકોના પુસ્તકો સમયસર શાળા કક્ષાએ પહોંચી જાય તેની સતત દરકાર સરકાર દ્વારા કરવામાં આવી છે.

કન્યાઓ શિક્ષણ સ્તરે આગળ વધે તે માટે કન્યા કેળવણી મહોત્સવ જેવા કાર્યક્રમો થઇ રહ્યા છે. સાથે ચાલુ વર્ષે સરકારે બે નવિન યોજનાઓ અમલમાં મુકી છે. જેમાં નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ -૮ પૂર્ણ કરી ધોરણ ૯ માં પ્રવેશ લેનાર કન્યાને માસિક રૂા. ૫૦૦/- પ્રમાણે બે વર્ષ માટે કુલ રૂ. ૨૦,૦૦૦/- અને ધોરણ ૧૧ અને ૧૨માં ૭૫૦/ પ્રમાણે દર માસે ૧૦ માસના કુલ રૂ. ૩૦,૦૦૦/ની સહાય વિધાર્થીનીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવનાર છે.

કન્યાઓ વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ મેળવી ડોકટર એન્જીનીયર સુધીની પદવીઓ પ્રાપ્ત કરી દેશ વિકાસમાં સહાયોગ કરે તેવા ઉમદા આશયથી રાજય સરકારે કન્યાઓમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કન્યાઓ ધોરણ ૧૧ માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લે તે હેતુસર નમો સરસ્વતી યોજના અમલ માં મુકેલ છે જેમાં ધો.૧૧ અને ૧૨ સાયન્સ પ્રવાહ સાથે પાસ કરનાર વિદ્યાર્થીની ને રૂા.રપ૦૦૦/ની સ્કોલર શીપ સહાય આપવામાં આવનાર છે.

આ બન્ને યોજનાનો લાભ રાજ્ય સરકારની અનુદાનિત અને ખાનગી શાળામાં અભ્યાસ કરતી અંદાજે 10 લાખથી વધુ કન્યાઓને લાભ મળનાર હોવાનું તેઓએ જણાવી પ્રવેશોત્સવ દરમ્યાન પ્રવેશ મેળવનાર ભુલકાઓ ને કુમકુમ તિલક સાથે મો મીઠું કરાવી શૈક્ષણિક કીટ અપૅણ કરી આવકારવામાં આવ્યાં હતાં. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પ્રસંગને સફળ બનાવવા શાળા પરિવારે જહેમત  ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના જાખોત્રા ની કેનાલ બે મહિનામાં દસમી વખત તુટતા ખેડૂતો ની મુશ્કેલી વધી..

તંત્ર દ્વારા ખેડૂતો ના નુકસાની નું વળતર ચુકવવાની સાથે...

પાટણ જિલ્લામાં શાંતિ પુણૅ માહોલમાં PSE અને SSE ની પરિક્ષા લેવામાં આવી..

પાટણ તા. 28રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા PSE પ્રાથમિક શિષ્યવૃત્તિ...

અનુસૂચિત જાતિ મોરચા ગુજરાત પ્રદેશ ભાજપની વર્ચ્યુઅલી બેઠક યોજાઈ..

આગામી તા.૧૭ મી એ વડાપ્રધાન ના જન્મ દિવસથી તા.૩૧...