પાટણ તા. 4
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના લાઈફ સાયન્સ ભવનનાં પ્રોફેસર ડૉ. નિશીથ ધારૈયા ના માર્ગદર્શન હેઠળ PhD સંશોધન કરતા વિધાર્થી પ્રતિકકુમાર દેસાઈ કે જેઓ ગુજરાત માં આવેલા બિન-આરક્ષિત જંગલોમાં રીંછની અવર જવર તથા તેની વર્તણુંક અને માનવ સાથેના ઘર્ષણ અંગેનું સંશોધન કરી રહ્યા છે. તેઓ ના આ સંશોધન કાર્ય માટે પ્રતિક દેસાઈ ને અમેરિકાની કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટી તરફથી રિસર્ચ ફેલો શિપ મળેલ છે. જે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માટે ગૌરવપ્રદ બાબત છે.
આ ઉપરાંત HNGU યુનિવર્સિટી અને પોલેન્ડ ની વોર્સો યુનિવર્સિટી ઓફ લાઈફ સાયન્સ સાથે થયેલા સ્ટુડન્ટ અને ફેકલ્ટી એક્સચેન્જ અંગે ના MOU અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ વર્સિટી માંથી લાઈફ સાયન્સ ભવન ની એક વિધાર્થીની વર્ષ 2019-20 માં સંશોધન કાર્ય અર્થે પોલેન્ડ ગયેલ ત્યાર બાદ ત્યાંની યુનિવર્સીટીની બે વિધાર્થીનીઓ જેઓને યુરોપ ની ઇરાસ્મસ ફેલો શિપ મળતાં તેઓ પણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ખાતે સંશોધન કાર્ય માટે આવશે અને તેઓ બે મહિના સુધી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રહી તેઓનું સંશોધન કાર્ય ડૉ. નિશીથ ધારૈયા ના માર્ગદર્શન હેઠળ કરશે. આ પ્રકાર ના એક્સચેન્જ અને ફેલોશિપ પ્રોગ્રામ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ને આંતર રાષ્ટ્રીય સ્તરે સંશોધન અને કોલા બરેશન ની ઉજ્જવળ તકો પ્રાપ્ત થશે જેનો લાભ વિદ્યાર્થી ઓને મળશે તેવું ડો. નિશિથ ધારૈયા એ જણાવ્યું હતું.