ગંભીર પ્રકારે દાઝેલી બે ભેંસોની સારવાર કરી જીવ દયા ની ભાવનાને ઉજાગર કરી..
પાટણ તા. 4
પાટણ શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ કાર્યરત છે ત્યારે અબોલ જીવોની નિસ્વાર્થ સેવા કરતી શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ ની જીવ દયા ની પ્રવૃત્તિ સમગ્ર જિલ્લામાં સરાહનીય બની રહી છે.
શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ રાજુ ભાઈ રાવળ ને હારીજ હાઇવે પર વીરોપ ના પાટીયા પાસે આવેલ આશ્રમે થી બાપુ એ ફોન કરેલો કે આશ્રમ ની જોડે રહેતા એક ગરીબ ખેડૂત ની છાપરા નીચે બાધેલી બે ભેંસો અચાનક છાપરા ઉપર આગ લાગતા મેણીયા અને પુરા સળગતા બંન્ને ભેંસો દાઝી છે.
અને ગરીબ ખેડૂત ની બંન્ને ભેંસો બેહોશ હાલત માં છે તે જાણ શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ રાવળે તાત્કાલિક વીરોપ ના પાટીયે આવેલા આશ્રમે જઈને ખેડૂતની મુલાકાત લઈ અને વિતક જાણી ગંભીર રીતે દાઝેલી બન્ને ભેસો ની પ્રાથમિક સારવાર કરી જીવદયા ની ભાવનાને ઉજાગર કરતા ગરીબ ખેડૂત પરિવાર સહિત આશ્રમના બાપુ સહિત ના સેવકો એ શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિને સરાહનીય લેખાવી હતી.