પાટણ તા. ૨૨
લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માં પાટણ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વિવિધ વિભાગો દ્વારા દરેક ગામ અને શહેર માં કાર્યક્રમો કરીને લોકોને મતદાન કરવા માટે પ્રરિત કરવામાં આવી રહ્યા છે. સ્વીપ અને ટીપ પ્રવૃતિઓ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો દ્વારા લોકોને મતદાનનું મૂલ્ય સમજાવવામાં આવી રહ્યું છે. આઈસીડીએસ વિભાગની આંગણવાડીની બહેનો દ્વારા પણ જિલ્લાના વિવિધ ગામોમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
મહત્તમ મતદાનના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને પાટણના ચંદ્રુમાણા ગામે રંગલા અને રંગલી આવી પહોંચ્યા હતા.ગામની શેરીમાં રંગલા અને રંગલી દ્વારા ભવાઈ કરીને લોકોને મતદાનનું મૂલ્ય સમજાવીને આગામી તા.07 મેના રોજ અવશ્ય મતદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ નાટકને જોવા માટે ગામના લોકો ઉમટી પડ્યા હતા અને અચુક મતદાન કરવા અને કરાવવા માટે શપથ લીધા હતા.
અહેવાલ યશપાલ શ્યામી