fbpx

પાટણના જય ભોલે ફેન્ડસ ગ્રુપ કસારવાડા દ્વારા પાંજરા પોળ ગ્રાઉન્ડ ખાતે સેવાકીય પ્રવૃત્તિ ના લાભાર્થે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું..

Date:

શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવા નોએ દીપ પ્રાગટ્ય કરી ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ કરાવ્યો..

પાટણ તા. 8
પાટણ શહેરના જય ભોલે ફ્રેન્ડ ગ્રુપ (કસારવાડા) દ્વારા શહેરમાં ભૈરવ મંદિર રોડ પર આવેલ પાંજરા પોળ ગ્રાઉન્ડ ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું સેવાકિય પ્રવૃત્તિઓના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું છે. આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો રવિવારના રોજ પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી ની ખાસ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જય ભોલે ફ્રેન્ડસ ગ્રુપ કસારવાડા દ્રારા આયોજિત આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ટોટલ 96 ટીમો એ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું આયોજકો એ જણાવ્યું હતું.

આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ના શુભારંભ પ્રસંગે પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાટણ નગર પાલિકા વોટર વર્કસ શાખા ના ચેરમેન દીક્ષિત પટેલ,દિલીપભાઈ પટેલ વિકાસ પરિષદ ગ્રુપ, કોર્પોરેટર બીપીન ભાઈ કે પરમાર ,પ્રદીપ પટેલ જય ભોલે ફ્રેન્ડ્સ ગ્રુપ પ્રમુખ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની સફળતા માટે શુભેચ્છા પાઠવીહતી.

Share post:

Subscribe

Popular

More like this
Related