પાટણ તા. 8
તા. 8 મે ને સોમવારના રોજ વિશ્વ રેડ ક્રોસ દિવસ ની ઉજવણી નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પાટણ જિલ્લા શાખા પાટણ દ્વારા ડો મોહનભાઈ એસ પટેલ બ્લડ સેન્ટર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પ માં ઇન્ડિયન રેડક્રોસસોસાયટી ના સેક્રેટરી ડો.મોનિષશાહ,બ્લડ સેન્ટરના ચેરમેન ડો. ઉદય પટેલ, બ્લડ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો. દિનેશ પટેલ તેમજ અન્ય બ્લડ દાતાઓ દ્વારા બ્લડ ડોનેટ કરી અંદાજીત 21 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.રેડક્રોસ ડે નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ ની સાથે સાથે રેડક્રોસ ભવન ખાતે ફિઝિયોથેરાપી સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યું હતું. જેમાં ડો.મિલન ઠક્કર અને મૈત્રી ત્રિવેદી દ્વારા દર્દીને ફિઝીયોથેરાપી પધ્ધતિ થી સારવાર આપવામાં આવેલ હતી.
ફિઝિયોથેરાપી સેન્ટરમાં તા 8 મે રેડક્રોસ ડે નિમિત્તે તા.31 મે સુધી ફ્રી રાખેલ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
તા. 8 મે રેડક્રોસ ડે નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પાટણ દ્વારા ચાલતા રોગ નિદાન કેન્દ્રમાં પાટણના ખ્યાતનામ ડોક્ટરો દ્રારા પોતાનો કીમતી સમય ફાળવી સેવા આપવામા આવે છે જે રોગ નિદાન કેન્દ્ર એક અઠવાડિયા સુધી ફ્રી રાખવામાં આવનાર છે. ઇન્ડિયન રેડક્રોસસોસાયટી ના વાઇસ ચેરમેન મહેશભાઈ જે ગાંધી, સેક્રેટરી ડો મોનિષભાઇ સી શાહ, બ્લડ સેન્ટરના ચેરમેન ડોક્ટર ઉદયભાઇ એમ.પટેલ , ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પૂર્વ ચેરમેન ડોક્ટર જે કે પટેલ, સ્ટેટ બ્રાન્ચ ના પ્રતિનિધિ ડોક્ટર મોહનભાઈ એસ પટેલ, કારોબારી સભ્ય ડોક્ટર રોહિતભાઈ જે શાહ, ડોક્ટર રાજેશભાઈ પી પટેલ, સેન્ટ ઝોન એમ્બ્યુલન્સ ઇન્ડિયાના સેક્રેટરી કિરીટભાઈ પી ખમાર, મનસુખભાઈ નાણાવટી, રમેશભાઈ પટેલ સહિત રેડક્રોસ સોસાયટીનો સ્ટાફ, બ્લડ સેન્ટરના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી તા. 8 મે રેડક્રોસ ડે ના કાર્યક્રમને સફળતા પૂર્વક સફળ બનાવ્યો હતો.