લાઈબ્રેરી પ્રમુખ દ્વારા આગામી યોજાનાર ક્રાર્યક્રમની રૂપરેખા રજૂ કરાઈ..
પાટણ તા. 9
પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ લાયબ્રેરીમાં સ્વ. કીર્તીકુમાર જયસુખરામ પારઘીના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત રવિવારે લેખક મોટીવેશનલ સ્પોન્સર જ્હોન્સન દ્વારા લખાયેલ વાર્તા વુ મુલ્ડ માય ચીઝ પુસ્તક ઉપર વકતા મુર્દમ ભાઇ મોદી દ્વારા સુંદર પ્રેરક વકતવ્ય આપવા માં આવ્યું હતું. આ પુસ્તકની વાર્તામાં એક ભુલભુલામણીમાં બે ઉંદર અને બે માનવી ફસાઇ જાય છે અને ચીઝના જથ્થા સુધી પહોંચી જાય છે પરંતુ જથ્થો મળી ગયા પછી પોઝીટીવ વિચાર સરણીવાળા ઉંદરો અને નેગેટીવ વિચાર સરણી વાળા માનવી ઓની વિચાર સરણીનું સુંદર નિરુપણ લેખક દ્વારા કરવામાં આવ્યુ છે.ઉંદરો દ્વારા સંદેશ આપતા જણાવાયુ છે કે દરેકે દીનચર્યા લખવી, ડરથી આગળ નીકળવું,જુની માન્યતાઓ છોડવી, માયા છોડવી, પરિવર્તનનો સ્વીકાર કરવો, સોલ્યુશન શોધતા શીખવું, પરિવર્તન માટે પોતાની જાતે જ પ્રયત્ન કરવો અને સરળ બનતા શીખવું.આ પ્રસંગે પ્રમુખ ડૉ. શૈલેષ સોમપુરા દ્વારા સ્વાગત પ્રવચન કરી આગામી કાર્યક્રમો પાણીની પરબ અને હિમોગ્લો બીન ચેકઅપ કેમ્પ ની માહીતી આપવામાં આવી હતી. સંયોજક નગીનભાઇ ડોડીયાએ વકતા નો પરીચય આપ્યો હતો. કાર્યક્રમમાં ડૉ.વિમલ ભાઇ ખમાર, અમરતભાઇ મિસ્ત્રી, નરેશભાઇ પ્રજાપતિ, વાસુભાઇ ઠકકર, મહેન્દ્ર ભાઈ પરમાર, બ્રીજેશ દવે વગેરે સુજ્ઞ શ્રોતા ઓ હાજર રહ્યા હતા. આભારવીધી મંત્રી મહાસુખભાઇ મોદીએ કરી હતી.