google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ ના હારીજ ખાતે લગ્નના રાસ ગરબા દરમિયાન હૃદય રોગનો હુમલો આવતા મહિલા નું મોત ..

Date:

પાટણ જિલ્લામાં હૃદય રોગના હુમલામાં થઈ રહેલા અવસાન થી લોકો મા ચિંતા નું મોજુ ફરી વળ્યું..

પાટણ તા. 9
પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી હૃદય રોગના હુમલામાં અવસાન થયાના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે વધુ એક મહિલાનું હૃદય રોગના હુમલામાં અવસાન થયું હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે આ ઘટનાની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ માં આવેલ સિદ્ધિ યોગી રેસિડેન્સી માં રહેતા હસુમતીબેન ના ઘરમાં લગ્ન પ્રસંગ હોય સૌ પરિવારજનોમાં લગ્ન પ્રસંગ નો ઉમંગ વ્યાપ્યો હતો. અને રાત્રે પરિવારજ નો રાસ ગરબાની રમઝટ મચાવી રહ્યા હતા તે દરમ્યાન હસુમતીબેન ને અચાનક છાતી ના ભાગે દુઃખાવો થતાં પરિવારજ નો હસુમતીબેન ને સારવાર માટે હોસ્પિટલ ખસેડે તે પહેલાજ તેઓનું મોત નીપજ્તા લગ્ન ની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. પાટણ જિલ્લામાં છેલ્લા 1 મહિના માં 8 થી વધુ લોકોએ હૃદય રોગના હુમલામાં પોતાના જીવ ગુમાવ્યા હોય જેને લઈને પાટણ શહેર સહિત જિલ્લા ના લોકો મા ચિંતા નું મોજુ ફરી વળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ભાવિપ ની મહિલા ટીમ દ્વારા આજના મોબાઈલ યુગમાં બાળકો ને માટીના રમકડાં બનાવતા શિખવાડવામાં આવ્યા..

ભાવિપ ની મહિલા ટીમ દ્વારા આજના મોબાઈલ યુગમાં બાળકો ને માટીના રમકડાં બનાવતા શિખવાડવામાં આવ્યા.. ~ #369News

પાટણમાં 141મી રથયાત્રા નિમિત્તે શામળિયાની શહેર પરિક્રમા માં લાખો ભક્તો જોડાયા.

પાટણ તા. 21પાટણ શહેરમાં અષાઢી બીજના પાવન પ્રસંગે ભગવાન...