fbpx

હારીજની કુકરાણા સેવા સેવા સહકારી મંડળી લી.ના પ્રમુખ, મંત્રીએ ખેડૂતો ના નામે ઉચાપત કરી હોવાના આક્ષેપો ઉઠયા..

Date:

36 ખેડૂતો ના નામે રૂ. 1કરોડ 30 લાખ ની ઉચાપત કરી હોવાના આક્ષેપ સાથે કલેકટરને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું..

પાટણ તા. 10
કુકરાણા સેવા સહકારી મંડળી લી. ના પ્રમુખ મંત્રી દ્રારા ખેડૂતો ને ઓછા વ્યાજે મળતી લોન ખેડૂતો ની જાણ બહાર મેળવી ઉચાપત કરી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો એ બુધવારે જિલ્લા કલેકટર ને રજુઆત કરી આવેદનપત્ર આપી તપાસ ની માગ કરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જિલ્લા ના હારીજ તાલુકા ના ધી કુકરાણા સેવા સહકારી મંડળી લી ના પ્રમુખ હારગોવનભાઈ ડાયાભાઈ પટેલ અને મંત્રી નટવરસિંહ ગોપાળસિંહ વાઘેલા દ્રારા મંડળી માંથી ઓછા વ્યાજે ખેડૂતો ને મળતી લોન ગામ ના 36 જેટલા ખેડૂતો ને જાણ કર્યા વગર ખેડૂતો ની ખોટી સહિયો, ખોટા દસ્તા વેજો, ખોટી લોન ઉભી કરી મંડળી માંથી એક કરોડ ત્રીસ લાખ ની ઉચાપત કરતા કુકરાણા ગામ ના ખેડૂતોએ બુધવારે કેલકટર કચેરી માં કેલકટર ને આવેદનપત્ર આપવા આવ્યા હતા. આ મામલે વિનોદભાઈ પટેલે જણાવ્યું હતું કે ધી કુકરાણા સહકારી મંડળી લી. ના પ્રમુખ અને મંત્રી દ્રારા ખેડૂતો ના નામે લધેલી લોન ભરપાઈ કરી ગામ ના અભણ અને નિર્દોષ ખેડૂતો ને આ લોન માંથી મુક્તી આપવામાં આવે અને તે માટે તંત્ર દ્વારા કાયદેસર ની કાર્યવાહી કરવા કેલકટર ,એસપી અને જિલ્લા રજીસ્ટાર ને રજુઆત કરી આવેદન પત્ર આપવા માં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણને વધુ એક વખત ગૌરવ અપાવતા સરીયદના વતની લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોશી..

આર્મી ના લોખંડી પુરુષ નિતીન જોશી એ પોતાના શરીર...

પાટણના રંગીલા હનુમાન થી રેલવે સ્ટેશન ના માગૅ નુ રિ સરફેસ કામ શરૂ કરવા પૂવૅ નગર સેવકની માગ..

પાટણના રંગીલા હનુમાન થી રેલવે સ્ટેશન ના માગૅ નુ રિ સરફેસ કામ શરૂ કરવા પૂવૅ નગર સેવકની માગ.. ~ #369News

પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ પશુ ચિકિત્સા દિવસની ઉજવણી સાથે ફાયર સેફટી મોકડ્રીલ યોજાયો…

પાટણ તા. ૨૭પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે શનિવારના રોજ...