fbpx

પાટણ ખાતે સૌપ્રથમ વાર આયોજિત મૂક બધિરો માટે પાંચ દિવસય શિબિર નો પ્રારંભ કરાયો..

Date:

મૂકબધિરો માટે આયોજિત કરાયેલ પાંચ દિવસીય શિબિરના આયોજનની યુનિવર્સિટી ના કા.કુલપતિ ડો.દેસાઈ એ શુભકામનાઓ પાઠવી.

પાટણ તા. 10

શ્રી સરસ્વતી બધીર એજ્યુકેશન ટ્રસ્ટ પાટણ સંચાલિત શ્રીમતી એમ કે વ્યાસ અને શ્રીમતી વાય આર સાંડેસરા બહેરા મૂંગા શાળા માતૃશ્રી સુશીલાબેન ચીમનલાલ શાહ બહેરા મૂંગા છાત્રાલય અને શ્રીમતી હર્ષાબેન ભરતભાઈ શાહ દિવ્યાંગ રોજગાર તાલીમ કેન્દ્ર આયોજિત બધીર કિશોર શિબિર નુ પાંચ દિવસ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્યાંગોના સર્વાંગી વિકાસ હેતુ ને ધ્યાનમાં રાખી ગુજરાતમાં પ્રથમ વખત આવી શિબિરનું પાટણ બહેરા મૂંગા શાળા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.આ શિબિર માં પાંચ દિવસ દિવ્યાંગ બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ, પ્રવાસ, ઐતિહાસિક સ્થળોની મુલાકાત વગેરે પાંચ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનુંઆયોજન પાટણ બહેરા મૂંગા શાળા દ્વારા કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કા. કુલપતિ ડો.રોહિત ભાઈ એન. દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓએ આ પાંચ દિવસ દરમિયાન ચાલનાર શિબિરનું સુંદર આયોજન કરવા બદલ પાટણ બહેરા મૂંગા શાળાને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. અને દિવ્યાંગ રોજગાર તાલીમ કેન્દ્રની પણ આવેલ તમામ મહેમાનોએ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે કેતનભાઇ પ્રજાપતિ સમાજ સુરક્ષા અધિકારી, દેવદત્તભાઈ જૈન, નયન ભાઈ વખતરામભાઈ જોશી, રાજુભાઈ જૈન, કનુભાઈ રસસંગમ વાળા,અલ્કેશભાઈ વ્યાસ, દીપકભાઈ ઠક્કર, શાળાના વહીવટદાર ઉષાબેન બુચ, સિનિયર સિટીઝન ના પ્રમુખ રમણભાઈ પટેલ, કાળીદાસ ભાઈ પટેલ, વગેરે મહાનુભાવો ઓએ ખાસ ઉપસ્થિત રહી પાંચ દિવસ ચાલનાર શિબિરના સંચાલકો તથા બાળકો ને શુભેચ્છાઓ પાઠવી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

આ કાર્યક્રમ પ્રસંગે બધીર શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સેવા બદલ રાજ્ય તથા રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર શિક્ષક કંચન બેન પંડ્યા, હિરેનભાઈ ગોહિલ, ડો.મહેન્દ્ર સગપાલ નુ પણ વિશેષ સન્માન અને દાતાઓનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરી મહેમાનો દ્વારા કરવામાં આવી હતી. અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત બહેરા મૂંગા શાળાના આચાર્ય ઘેમરભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શાળાનો વિશેષ પરિચય શાળા ના ડૉ.કુસુમબેન ચંદારાણા દ્વારા આપવામાં આવ્યો હતો.દાતાઓ દ્વારા તથા બહેરા મૂંગા શાળા દ્વારા જરૂરિયાત મંદ દિવ્યાંગો ને સાયકલનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન બી.ડી. હાઇસ્કુલ ના ઓઘારભાઇ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ સંસ્થા ના ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ દ્વારા કરવામાં આવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના શિહોરી ત્રણ રસ્તા નજીક અગમ્ય કારણસર ગાડી પલટી ખાઈ જતા પાટણના એન્જિનિયરનું મોત..

પાટણના શિહોરી ત્રણ રસ્તા નજીક અગમ્ય કારણસર ગાડી પલટી ખાઈ જતા પાટણના એન્જિનિયરનું મોત.. ~ #369News