પાટણના કાસા રેલવે સ્ટેશન વિસ્તારમાં રેત સપ્લાયર દ્વારા પ્રોજેક્ટ ઊભો કરી 1400 કિલો વજનના રેતીના કટ્ટા તૈયાર કરાયા..
ટૂંક સમયમાં હજારો ટન આ રેતી ભરેલા કટ્ટાઓ રેલ્વે ગુડઝ ટ્રેન મારફતે મહાનગરો મા રવાના કરાશે..
પાટણ તા.15
ટૂંક સમયમાં બનાસ અને સરસ્વતી નદીની હજારો ટન રેતી અમદાવાદ વડોદરા સુરત અને મુંબઈ જેવી મહાનગરી ના બિલ્ડીંગ વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડરોને પહોંચાડવા રેલવેના ગુડઝ વિભાગ અને પ્રાઇવેટ રેત કોન્ટ્રાક્ટર ના સંયુક્ત સંકલનથી રેલ્વે ગુડઝ ટ્રેન મારફતે પહોંચાડવામાં આવનાર હોવાનું આધારભૂત સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
આ બાબતે જાણવા મળતી માહિતી મુજબ પાટણ પંથકની બનાસ અને સરસ્વતી નદીની રેતી મજબૂત બાંધકામ માટે ખૂબ સારી રેતી તરીકે સાબિત થઈ છે.જેના કારણે બનાસ અને સરસ્વતી નદી ની રેત ને રેત કોન્ટ્રાક્ટર દ્વારા પાટણ થી અમદાવાદ,બરોડા, સુરત અને મુંબઈ સુધી બિલ્ડિંગ વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડરોને પોતાના ડમ્પરો મારફતે મોકલવામાં આવતી હોય છે જેના કારણે ઘણી વખત રેતી ભરેલા ડમ્પરોને માર્ગ અકસ્માત પણ નડતા સમયસર રેતી ભરેલ ડમ્પરો બિલ્ડરોને પાસે પહોંચી શકતા ન હતા જે તમામ બાબતો ને ધ્યાનમાં રાખીને ડમ્પરો મારફતે હાઇવે માર્ગ પરથી મોકલવામાં આવતી રેતી રેલ્વે ગુડજ ટ્રેન મારફતે મેગા શહેરોના બિલ્ડરોને પહોંચાડવા તાજેતરમાં પાટણ ના કાંસા રેલવે સ્ટેશન ખાતે રેલ્વે ગુડઝ વિભાગ સાથે પ્રાઇવેટ રેત કોન્ટ્રાક્ટર દ્વારા સંમતિ સાધી કાસા રેલવે સ્ટેશન વિસ્તારમાં જ રેત માટેનો પ્રોજેક્ટ સ્થાપી બનાસ અને સરસ્વતી નદીની રેતી ને ચારણી મારી 1,400 કિલો વજનની બેગો તૈયાર કરવામાં આવી રહી છે.
જે રેતી ભરેલી હજારો ટનની બેગો પાટણના કાંસા રેલવે સ્ટેશનથી રેલવે ગુડઝ ટ્રેન મારફતે અમદાવાદ, વડોદરા,સુરત અને મહાનગર મુંબઈ ના બિલ્ડરોને પહોંચાડવા માં આવનાર હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.પાટણપંથકની બનાસ અને સરસ્વતી નદીની બાંધકામ માટે ઉપકારક બનેલી રેત સરળતાથી અમદાવાદ બરોડા સુરત અને મહાનગર મુંબઈ ખાતે પહોંચાડવા માટે હાલ માં રેત કોન્ટ્રાક્ટર દ્વારા કાંસા રેલવે સ્ટેશન વિસ્તારમાં સ્થાપિત કરાયેલા પોતાના રેત પ્લાન્ટ ઉપર ચારણી મારેલી બનાસ અને સરસ્વતી નદીની રેતો ના 1400-1400 કિલો ની હજારો ટન રેતી ભરેલી બેગો તૈયાર પેક કરી રાખવામાં આવી છે જે ટૂંક સમયમાં જ કાંસા રેલવે સ્ટેશનથી રેલવે ગુડઝ વિભાગ દ્વારા રેલ્વે ગુડઝ ટ્રેન મારફતે અમદાવાદ બરોડા સુરત અને મહા નગર મુંબઈ ના બિલ્ડરો માટે રવાના કરવા માં આવનાર હોવાનું આધારભૂત સૂત્ર તરફ થી જાણવા મળ્યું છે.
પાટણ પંથકની બનાસ અને સરસ્વતી નદી ની રેત રેલવે ગુડઝ વિભાગ દ્વારા રેલવે ગુડઝ ટ્રેન મારફતે મેગા શહેરોમાં પહોંચાડવા ની કામગીરી શરૂ થશે તો પાટણને પણ ઇન્ડસ્ટ્રી યલ લાઈન મળવાની સંભાવના પ્રબળ બને તેમ હોવાનું સુત્રો એ જણાવ્યું હતું.