fbpx

કોમન એક્ટ 2023 નો સ્ટેચ્યુટ મંજૂર થતા યુનિવર્સિટી દ્વારા વહીવટી કામકાજ અર્થે પ્રથમ ઓર્ડિનન્સ તૈયાર કરવામાં આવશે.

Date:

પાટણ તા. 6
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કોમન એક્ટ 2023 નો સ્ટેચ્યુટ મંજૂર થતાં નવા નિયમો અંતર્ગત વહીવટી કામગીરી કરવા માટે સૌ પ્રથમ ઓર્ડિનન્સ તૈયાર કરવામાં આવશે. જેના આધારે સમગ્ર યુનિવર્સિટીમાં વહીવટી કાર્ય થશે. રાજ્ય સરકાર દ્વારા 31 જુલાઈના રોજ કોમન એક્ટ અંતર્ગત સ્ટેચ્યુટ ગેજેટ દ્વારા જાહેર કરીને અમલમાં મૂકવામાં આવતા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પણ સ્ટેચ્યુટ અમલમાં આવ્યો છે. સ્ટેચ્યુટ આધારિત ઉત્તર ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લઇ યુનિવર્સિટીમાં વહીવટી કામગીરી ઉપરાંત નવા નિયમો સાથેનો ઓર્ડિનન્સ તૈયાર કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે.

આ ઓર્ડિનન્સ ના આધારે જ આગામી તમામ વહીવટી કાર્ય પદ્ધતિ ચાલશે. ઉપરાંત સ્ટેચ્યુટ આધારિત યુનિવર્સિટીમાં કામગીરી માટે બાકી રહેલ એકેડમી , બિલ મંજૂરી , બોર્ડ ઓફ ડીન જેવી વિવિધ અલગ અલગ કામ માટેની 35 થી 40 કમિટીઓની રચના કરવાની હોય સભ્યોની નિમણુક કરી કમિટી રચના કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર હોવાનું યુનિવર્સિટી રજીસ્ટ્રાર ડૉ. રોહિત ભાઈ દેસાઈએ જણાવ્યુ હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના સરસ્વતી તાલુકાના વડિયા ગામના યુવાનનું પ્રેમ પ્રકરણમાં ઢીમ ઢોળાયું…

પ્રેમી યુવાન નું સિફટ ગાડી મા અપહરણ કરી પ્રેમી...

પાટણ શહેરનું આનંદ સરોવર ઓવર ફ્લો થાય તે પહેલા પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ..

ધરોઈ ઇરીગેશન વિભાગ દ્વારા પાણી નિકાલ માટે પંપિંગ મશીન...

પાટણની એન. જી. પટેલ પ્રાથમિક શાળામાં સન્માન સમારોહ અને ટહુકાર વાર્ષિકોત્સવની રમઝટ જામી…

પાટણ તા. ૬પાટણની એન.જી.પટેલ પ્રાથમિક શાળાના તેજસ્વી તારલાઓ અને...