google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરા તફરી મચી..

Date:

યુનિવર્સિટીના કેમેસ્ટ્રી અને બાયોટેક વિભાગની પાછળની જગ્યામાં એકત્ર કરાયેલ કચરો અને સૂકી જાડી જાખરામાં આગ ભભૂકી..

વિભાગના કર્મચારીઓ અને પાલિકા ના ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. .

પાટણ તા. 15
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ કેમેસ્ટ્રી અને બાયોટેક વિભાગના પાછળના ભાગે અવાવરુ જગ્યામાં એકત્ર કરાયેલા કચરાના ઢગ તેમજ ઝાડી ઝાંખરા સોમવારના રોજ અંડર ગ્રાઉન્ડ કેબલ વાયર ફાયર થતાં આગ લાગી હતી.આ આગની ઘટનામાં અવાવરુ જગ્યામાં પડેલ કચરો તેમજ ઝાડી ઝાંખરનો સુકો કચરો બળીને ભસ્મીભૂત થઇ ગયો હતો. જો કે યુનિવર્સિટીના કર્મચારીઓ અને અધિકારીઓની સતર્કતાને લઈ મોટી દુર્ઘટના ટળી હતી.

જાણવા મળતી માહિતી મુજબ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમેસ્ટ્રી અને બાયોટેક વિભાગની પાછળ અવાવરુ ખુલ્લી જગ્યામાં એકત્ર થયેલ કચરો તેમજ ઝાડી ઝાંખરવાળી જગ્યામાં યુ જી વી સી એલ દ્વારા અગીયાર કે.વી. અંડર ગ્રાઉન્ડ કેબલ વાયરની વીજલાઇન પસાર કરવામાં આવી છે ત્યારે સોમવારના આશરે બપોરના 12-00 કલાકના સુમારે અંડર ગ્રાઉન્ડ કેબલ વાયરમાં શોર્ટસર્કીટના કારણે ફાયર થતાં વીજ પોલ ના તણખા અવાવરુ જગ્યામાં સુકા કચરા પર પડતા અચાનક આગ ભભુકી ઉઠી હતી. જોતજોતામાં ઝાડી ઝાંખર સહિત અન્ય સુકી ઝાડની ડાળીઓમાં આગની અગન જવાળાઓ ફેલાઇ જતા ચોમેર ધુમાડાના ગોટે ગોટા ને લઇ વહીવટી ભવનના વિભાગમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગની દુર્ઘટનાને લઇ તેઓએ નગરપાલિકાના ફાયર ફાયટરને જાણ કરી હતી. જો કે ફાયર ફાયટર પહોંચે તે પહેલા જ કોઇ મોટી દુર્ઘટના ન સર્જાય તેને લઇ અધિકારીઓ અને કર્મચારી ઓ સહિત વોચમેનો દ્વારા સમય સૂચકતા વાપરી આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો. અને થોડા જ સમયમાં આગને કાબુમાં લીધી હતી. ત્યારબાદ નગર પાલિકા ના ફાયર ફાયટરે ઘટના સ્થળે પહોંચી પાણી નો મારો ચલાવી આગ સંપૂર્ણ પણે ઓલવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

સમીના વરાણા માર્ગ પર જીરુ ની બોરીઓ ભરેલ પીકઅપ ડાલુ ટાયર ફાટતા પલટી ખાઈ ગયું…

પીકઅપ ડાલુ પલટી ખાતા જીરૂની બોરિયો માર્ગ પર વેરણ...

પાટણમાં કંપની લિક્વિડ ના વેચાણ નામે દાગીના ધોવા કઠાવી લોકોને ઠગવા નીકળેલ ટોળકીનો શિકાર બનતા વૃદ્ધ દંપતી આબાદ બચ્યું..

પાટણમાં કંપની લિક્વિડ ના વેચાણ નામે દાગીના ધોવા કઠાવી લોકોને ઠગવા નીકળેલ ટોળકીનો શિકાર બનતા વૃદ્ધ દંપતી આબાદ બચ્યું.. ~ #369News

પાટણ ભાજપ બક્ષીપંચ મોરચો લોકસભા ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખાટલા બેઠકો યોજશે..

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક યોજાઈ..પાટણ...