પાટણ તા. 16
પાટણ નગરમાં ઘણા જુના વૃક્ષો છે. જે પૈકી કેટલાક વૃક્ષોની ઉંચાઇ ૬૦’ફુટ કરતાં વધારે છે. જો આંધી – પવન સાથે બે થી ત્રણ ઇંચ વરસાદ આવે તો આ વૃક્ષો ધરાસઇ થઇ જવાની દહેશત છે. ભૂતકાળ માં ઘણાં બધા વૃક્ષો આ રીતે પડી જવાની ઘટના ઘટેલ છે. શહેરમાં નવા વૃક્ષો ઉછેરવા નું કામ ઘણું અઘરૂં છે. વૃક્ષોની શીતળતાનો અનુભવ ભર બપોરે જ થાય છે. જેથી આ જુના વૃક્ષો ને બચાવવા હોય તો ભારે જુના વૃક્ષોને ૨૫ ફુટ થી ૩૦ ફુટ ઉપરથી કાપી નાખવામાં આવે તો ભાર હળવો થશે,અને વૃક્ષો પવન-વરસાદ સામે ટકી રહેશે.આ વૃક્ષો ને ટકાવવા બધાજ વૃક્ષો ની ગણત્રી કરી ટ્રીમીંગ માટે ટેન્ડરીંગ કરવામાં આવે તો નગરપાલિકાને આવક પણ થશે.આ કામ મે – જુન માસ પહેલા થાય તો ખૂબજ અસર કારક રહેશે તેવુ પાટણ ભાવિપ ના સભ્યો દ્રારા ચિફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.
પાટણ ભાવિપ દ્રારા મોટા ભારે વૃક્ષોને ટ્રીમીંગ (છટણી) કરી બચાવવા પાલિકા ને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ.
Date: