fbpx

પાટણ ભાજપ બક્ષીપંચ મોરચો લોકસભા ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખાટલા બેઠકો યોજશે..

Date:

પાટણ તા. ૬
પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે પાટણ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક મોરચા ના પ્રમુખ ડી.એન.ચૌધરીની અધ્યક્ષતા માં મળી હતી. આ બેઠકમાં જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત ત્રીજીવાર સ્પષ્ટ બહુમતી સાથે બની રહી છે અને દેશના વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદી હેટ્રિક કરવાના છે.ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા ગુજરાતની 26 સે 26 લોકસભા સીટો પાંચ લાખ કરતાં વધારે મતોથી જીતવા માટે આહવાન કર્યું છે.જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

પાટણ જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા ખાટલા બેઠક અને બક્ષીપંચ સમાજની છાત્રાલયોની મુલાકાત કરવા ના કાર્યક્રમો માટે બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ મયંકભાઈ નાયક દ્વારા સૂચના કરવા માં આવી છે. ત્યારે પાટણ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા આ કાર્યક્રમનો આગામી દિવસમાં પ્રારંભ કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.આ કારોબારી બેઠકમાં બક્ષીપંચ મોરચાના જિલ્લા મહા મંત્રી રમેશ ભાઈ દેસાઈ, બચુજી ઠાકોર,ઉપપ્રમુખ પ્રહલાદજી ઠાકોર, જિલ્લા મંત્રી સંજયભાઈ મોદી,ગોવિંદ ભાઇ દેસાઈ સહિત પાટણ મંડળ મોરચાના પ્રમુખ,મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

દેશી હાથ બનાવટની બંદુક સાથે રાધનપુર ના શખ્સને ઝડપી લેતી પોલીસ..

પાટણ તા. 20 રાત્રે પેટ્રોલિંગ કરી રહેલા રાધનપુર પોલીસે...

પાટણના સાંતલપુર સિંધાડા માર્ગ પર ટેલરની ટક્કરે બાઇક ચાલકનું મોત…

પાટણના સાંતલપુર સિંધાડા માર્ગ પર ટેલરની ટક્કરે બાઇક ચાલકનું મોત... ~ #369News

NRLM યોજનાના સંકલનથી સ્વસહાય જૂથની બહેનોએ ગૃહઉદ્યોગની તાલીમ મેળવી.

પાટણ તા. 25 બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા પાટણ...

પાટણ માર્કેટયાર્ડમાં પ્લોટ નંબર 32 અને 34 ના વેપારી મિત્રો દ્વારા ઠંડી છાશનું વિતરણ શરૂ કરાયું..

માર્કેટ યાર્ડના ચેરમેનની અપીલને વેપારી મિત્રોએ અનુસરી છાશની સેવા...