જિલ્લામાં જુદાં જુદાં 14 સ્થળો ઉપર યુવા સંવાદ કાર્યક્રમ થકી યુવાનો ના દેશ માટે ના વિચારો જાણવામાં આવશે..
પાટણ તા. 16
પાટણ જિલ્લામાં તારીખ 15 મેથી તારીખ 21 મે સુધી યોજનાર યુવા સંવાદ કાર્યક્રમની શરૂઆત પાટણ રાણકીવાવ ખાતે થી કરવા માં આવી હતી. આ યુવા સંવાદ કાર્યક્રમ મા મોટી સંખ્યામાં યુવા નો જોડાયા હતા.પાટણ સહિત ઉત્તર ઝોનમાં તા. 15 થી 21 મે દરમિયાન ગુજરાત સરકાર ના સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજીત યુવાનોના સંવાદ કાર્યક્રમમાં પાટણ સહિત ઉત્તર ઝોનમાંથી 1 લાખ યુવાનોએ ઓન લાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
જે તમામ લોકો વક્તાઓ સમક્ષ ખુલ્લા મને પોતાના વિચારો વ્યક્ત કરી મુકતમને ચર્ચા ઓ કરશે. G -20 અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગુજરાત સરકારના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ચાર ઝોનમાં યુવાનોના સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. તા.15 મે ના રોજ પાટણ માં રાણકીવાવ ખાતે સાંજે 4-00 વાગે આયોજિત યુવા સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સંવાદ કાર્યક્રમમાં વકતા દશૅક ત્રિવેદી દ્રારા યુવાનોની લોકશાહીમાં ભાગીદારી, યુદ્ધ વિરામ અને વિશ્વ શાંતિ,આરોગ્ય સુખા કારી અને રમતગમત,સ્ટાર્ટઅપ , ઇનોવેશન,આધુનિક ઈનફાસ્ટ્રક્ચર જેવા વિષયો ઉપર સુંદર માગદશૅન પુરૂ પાડયું હતું તો યુવાનો એ પણ દેશના વિકાસ માટે પોતાના વિચારો વક્તા સમક્ષ મુક્ત મને વ્યક્ત કરી ખુલ્લા મને ચર્ચા કરી હતી.આ યુવા સંવાદ કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, ઉત્તર ઝોનસંચાલક ડૉ.મયંક બારોટ,પાટણ જિલ્લા સંચાલક વિવેક જોષી સહિત ના કાર્યકરો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.