fbpx

પાટણમાં 1600 લોકોએ વિશાળ માનવ સાંકળ રચી લોકો ને મતદાન કરવા અને કરાવવા અંગે જાગૃત કયૉ.

Date:

પાટણ તા. ૩
પાટણ લોકસભા મતવિભાગ માટે આગામી તા.07 મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે જેને હવે માત્ર ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન કરવા માટે લોકોને પ્રરિત કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે શુક્રવારે પાટણ શહેરમાં વિશાળ માનવ સાંકળ બનાવવામાં આવી હતી.

પાટણની પી.કે.કોટાવાલા કૉલેજ કેમ્પસમાં આયોજીત વિશાળ માનવ સાંકળના કાર્યક્રમમાં કુલ 1600 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. શિક્ષણ વિભાગના કર્મચારીઓ,આઈસીડીએસ વિભાગની બહેનો અને વિવિધ સરકારી કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ મળીને આ વિશાળ માનવ સાંકળ તૈયાર કરી હતી. માનવ સાંકળમાં ‘’7 મે વોટ ફોર પાટણ‘’ ના અક્ષરોને અંકિત કરવામાં આવ્યા હતા.

જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયનની ઉપસ્થિતીમાં આયોજીત આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી બી. એમ. પ્રજાપતિ સહિત અનેક અધિકારીઓ જોડાયા હતા. માનવ સાંકળમાં જોડાયેલા સૌ કર્મચારીઓને જિલ્લા ચૂંટણી અધિકારીએ શુભેચ્છા પાઠવી હતી અને તેઓના આ પ્રયત્નને બિરદાવ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લામાં ચૂંટણી નિરીક્ષણ માટે પધારેલ જનરલ ઓબ્ઝર્વર સુંદરેશન એસ.ડી. અને ખર્ચ ઓબ્ઝર્વર શ્રીધરન.પી પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિએ માનવ સાંકળ કાર્યક્રમમાં જોડાયેલા સૌ કર્મચારીઓની મહેનતને બિરદાવીને અચૂક મતદાન કરવા માટે  જણાવ્યું  હતુ.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરમાં ત્રિ દિવસીય ભગવાન શ્રી પરશુરામજી ની જન્મ જયંતી પર્વ ની ઉજવણી કરાશે..

ભગવાન પરશુરામ વિશે ક્વિઝ સ્પર્ધા, આનંદ ના ગરબા,ભજન સંધ્યા...

પાટણ યુનિવર્સીટીના બીબીએ વિભાગ ખાતે જી 20 અંતર્ગત સેમિનાર યોજાયો..

પાટણ તા17 યુનિવર્સિટી ના બીબીએ વિભાગ દ્વારા શુક્રવારે "G20...

HTAT મુખ્ય શિક્ષકોના બદલી અને કેડર અંગેના નિયમો જાહેર કરવા કલેકટર ને રજૂઆત કરાઈ..

પાટણ તા. ૨૬HTAT મુખ્ય શિક્ષકોના બદલી અને કેડર અંગેના...