fbpx

પાટણમાં સનાતન ધર્મની વિરાટ ધર્મ સભા ને દ્વારકા પીઠના જગદ ગુરુ શંકરાચાર્ય સંબોધશે…

Date:

પાટણમાં બે દિવસ માટે પધારનાર દ્વારકા
પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી નું ભવ્ય સ્વાગત કરવામાં આવશે…

કાર્યક્રમના આયોજન માટે જગન્નાથ મંદિર ખાતે બેઠક યોજાઈ..

સનાતન ધર્મ સભા, જીવદયાના મકાનનું લોકાર્પણ અને પરશુરામ ભગવાનના જીવન ચરિત્ર ઉપરના પુસ્તકનું વિમોચન.કરાશે..

પાટણ તા. 18
પાટણમાં પહેલી વખત શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટના આમંત્રણને સ્વીકારીને આગામી તા 28 નવેમ્બરના રોજ અનંત વિભૂષિત શારદા પીઠા ધિશ્વર દ્વારકાના જગદગુરૂ શંકરાચાર્ય શ્રીસદાનંદ સરસ્વતીજી મહારાજ બે દિવસ માટે પાટણમાં પધારનાર છે ત્યારે તેઓના આગમનને વધાવવા અને સનાતન ધમૅ ને ઉજાગર કરતાં ત્રિવિધ કાર્યક્રમના આયોજનના ભાગ રૂપે બુધવારે સાંજે શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતેના હોલમાં જગદીશ મંદિર મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય
ના અધ્યક્ષ પદે પાટણ શહેરના પ્રબુદ્ધ નગરજનો સહિત રાજકીય, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓના વડાઓ, ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મિડિયાના પત્રકાર મિત્રો સાથે મહત્વની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં ઉપસ્થિત રહેલા જગદીશ મંદિર  ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ જગતગુરુ શંકરાચાર્યજીના પાટણ ખાતે ના બે દિવસીય આયોજિત કાર્યક્રમ ની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે સ્વામી શંકરાચાર્યજી તા. 28 મી ના રોજ સાંજે પાટણ આવી પહોંચશે. જેમનું મોટી સંખ્યામાં પાટણના નગરજનો ઉપસ્થિત રહી સામૈયું કરી તેઓને આવકારશે. ત્યારબાદ તેઓની ઉપસ્થિતમા શહેરનાજુનાગંજ વિસ્તારમાં આયોજિત સનાતન ધમૅ સભાને તેઓ સંબો
ધિત કરશે અને સનાતન ધમૅ વિષે અને તેના રક્ષણ માટે પોતાના વિચારો પ્રગટ કરશે. બીજા દિવસે સવારે જગન્નાથ મંદિર પરિસર ખાતે પુજા, અચૅના, મહાઆરતી બાદ ફાટીપાળ દરવાજા નજીક જીવ દયાના નવીન મકાનનું  ઉદઘાટન કરીને લોકાર્પણ કરશે.

આ પ્રસંગે ભૂમિદાતાનું અને મકાનના મુખ્ય દાતા શ્રીમતી પન્નાબેન પિયુષભાઈ સોમપુરા નું સન્માન કરવામાં આવશે. જીવદયાના મકાનનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે તેના મુખ્ય દાતા શ્રીમતી પન્નાબેન તરફથી રૂ. 5.51લાખનુ માતબર  દાન મળ્યું હોવાનું પિયુષભાઈ આચાર્યેએ જણાવ્યું હતું.
આ ત્રિવિધ કાર્યક્રમના અંતિમ ચરણમાં ભગવાન પરશુરામ ના જીવન ચરિત્ર પર લખાયેલા પુસ્તકનો વિમોચન પ્રસંગ પુસ્તકના લેખક અરુણભાઈ ત્રિવેદી અને પ્રકાશક જગન્નાથજી મંદિર ટ્રસ્ટના મે.ટ્રસ્ટી નું શંકરાચાર્યજી ના વરદ હસ્તે સન્માન કરવામાં આવશે.પરશુરામજીના જીવનચરિત્ર વિષે પિયુષભાઇ આચાર્ય એ જણાવ્યું હતું કે અરુણ ભાઈ ત્રિવેદી અને  ગુજરાત યુનીવર્સીટીના સંસ્કૃત ના અધ્યાપકો ના સહયોગથી ખુબજ સુંદર પુસ્તક ટૂંકા ગાળામાં તૈયાર કરી આપેલ છે.

જેનું વિમોચન તારીખ ૨૯-૧૧-૨૩ ના રોજ સવારે ૯ કલાકે પાટણની યુનિ.ના કન્વેન્શન હોલ ખાતે કરવામાં આવશે .પાટણ ખાતે બે દિવસ માટે પધારનારા જગતગુરુ શંકરાચાર્ય ની ઉપસ્થિતિ
માં આયોજિત આ ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ સનાતન પ્રેમીઓ ઉપસ્થિત રહેતેવી અપીલ પિયુષભાઇ આચાર્યેએ કરી હતી.જગતગુરુ શંકરાચાર્યજી ના આગમનને લઈને જગદીશ મંદિર પરિસર ખાતે મળેલી આ મહત્વની બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે. સી. પટેલ, કાલિકા મંદિરના પુજારી અશોકભાઈ વ્યાસ, પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્ના ઉપરાંત ડૉ.જીગરભાઈ પટેલ ,પારસભાઇ,અશોક
ભાઈ ત્રિવેદી સહિત આનંદેશ્વર મહાદેવ ની સેવાભાવી ટીમ ના આગેવાનોએ ઉપસ્થિત રહી આયોજન ને અનુરૂપ સુચનો કરી પોતાનું માગૅ
દશૅન પુરૂ પાડી આ સનાતન ધર્મને ઉજાગર કરવા આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ કમિટીઓની રચના સાથે આયોજન કરવાનું સવૉનુ
મતે નકકી કરવામાં આવ્યું હતું. જે કમિટીની ટૂંક
સમયમાં વિધિવત જાહેરાત કરવામાં આવશે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related