google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના બગવાડા દરવાજા ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા અબોલ પક્ષીઓ માટે પાણી ના કુંડા નું વિતરણ કરાયું..

Date:

યુવા મોરચા દ્વારા 1500 થી વધુ કુંડાઓનું નિશુલ્ક વિતરણ કરી જીવદયા ની પ્રવૃત્તિ માં સહભાગી બન્યા..

પાટણ તા. 19
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગરમીનો પારો દિવસેને દિવસે ઉચકાઈ રહ્યો છે. જેના કારણે જિલ્લા વાસીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. તો અસહ્ય ગરમી પડવાના કારણે કારણ વગર લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.ત્યારે ઉનાળાની આ બળબળતી ગરમી માં અબોલ પશુ પક્ષીઓ માટે જીવદયા ની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ દ્વારા પાણીના કુંડા તેમજ ચકલી ઘરનું નિ:શુલ્ક વિતરણ કરી જીવદયા ની ભાવનાને ઉજાગર કરી રહ્યા છે. પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે શુક્રવારના રોજ અબોલ પક્ષીઓ માટે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ના કાર્યકર્તા ઓ દ્વારા નિ:શુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજિત
કરવામાં આવ્યો હતો.

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજિત કરાયેલા પક્ષીઓ માટેના પાણીના કુંડા વિતરણ કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોર,શહેર પ્રમુખ કિશોર ભાઈ મહેશ્વરી, યુવા મોરચા મહા મંત્રી પાર્થ જોશી, ગૌરવ પ્રજાપતિ,ચિરાગ દરજી સહિતના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી 1500 થી વધુ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પાટણના પ્રબુદ્ધ નગરજનો દ્વારા નિ:શુલ્ક પાણીના કુંડા મેળવી જીવદયા ની પ્રવૃત્તિમાં સહભાગી બનવાનો આનંદ વ્યક્ત કરી પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ની જીવ દયા પ્રત્યેની સેવાકીય પ્રવૃત્તિને સરાહનીય લેખાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

ધોરણ 12નું સાયન્સનું પરીણામ જાહેર, જાણો શું આવ્યું પરીણામ, કયા જિલ્લાના વિદ્યાર્થી ઓએ મારી બાજી

ધોરણ 12નું સાયન્સનું પરીણામ જાહેર, જાણો શું આવ્યું પરીણામ, કયા જિલ્લાના વિદ્યાર્થી ઓએ મારી બાજી ~ #369News

પાટણ જિલ્લાના હાજીપુરની 18 દીકરીઓએ દેશભરની સ્પર્ધાઓમાં 336 મેડલ જીત્યાં

પાટણ જિલ્લાના હાજીપુરની 18 દીકરીઓએ દેશભરની સ્પર્ધાઓમાં 336 મેડલ જીત્યાં ~ #369News

રાજ્ય સરકાર દ્વારા પીવા ના પાણી ની ફરિયોદ માટે ટોલ ફ્રી નંબર કરાયો જાહેર

રાજ્ય સરકાર દ્વારા પીવાના પાણીની ફરિયાદો મેળવવા માટે ટોલ...