યુનિવર્સિટી સહિત ઉતર ગુજરાત ના ખેલાડીઓ માટે ગૌરવ રૂપ બાબત..
ઉતર પ્રદેશ ના લખનૌવ ખાતે આગામી તા. 24 મેં થી તા. 3 જુન સુધી યોજાનાર ખેલો ઈન્ડિયા સ્પધૉ..
પાટણ તા.20
પાટણની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટી ના 11 ખેલાડીઓનું તાજેતરમાં ઉતર પ્રદેશ ના લખનૌવ ખાતે યોજાનાર ખેલો ઇન્ડિયા સ્પર્ધા માટે સિલેક્શન થયું હોય જે યુનિવર્સિટી સહિત સમગ્ર ઉતર ગુજરાત ના ખેલાડીઓ માટે ગૌરવ રૂપ બાબત હોવાનું હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટી ના કા. રજીસ્ટાર અને શા. શિ.નિયામક ડો. ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું.
આ બાબતે વધુ માહિતી આપતા ડો. ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે ઉતર પ્રદેશ ના લખનૌવ ખાતે આગામી તા. 24 મેં થી તા. 3 જુન સુધી યોજાનાર ખેલો ઇન્ડિયા સ્પર્ધા મા ફકત ને ફક્ત એજ ખેલાડી ઓ ભાગલઈ શકતા હોય છે કે જેમને ઓલ ઇન્ડિયા મા રમત ગમત ક્ષેત્રમાં સિલ્વર,ગોલ્ડ કે બ્રોન્ઝ મેડલ મેળવેલ હોય પાટણ યુનિ.ના આ 11ખેલાડીઓ એ આ સિધ્ધી હાંસલ કરી હોવાથી તેમનું સિલે ક્શન ખેલો ઈન્ડિયા સ્પધૉ માટે થયું હોવાનું તેઓએ જણાવ્યું હતું.
વધુ મા તેઓએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ વાર હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટી માથી એકી સાથે 11 ખેલાડીઓ નું ખેલો ઈન્ડિયા સ્પધૉ મા સિલેક્શન થયું છે તે સમગ્ર ઉતર ગુજરાત ના ખેલાડીઓ સહિત યુનિવર્સિટી માટે ગૌરવ રૂપ બાબત લેખાવી શકાય. હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટી ના આ ખેલાડીઓ જુદી જુદી જેવી કે ઝુડો ,આરચરી,ટેનિશ, ફેન્સીગ જેવી સ્પધૉ મા ખેલો ઈન્ડિયા મા ઉતર પ્રદેશ ના લખનૌવ ખાતે પોતાનું કૌવત દેખાડશો.
તા. 24 મેં થી 3 જૂન સુધી યોજાનાર ખેલો ઈન્ડિયા સ્પધૉ મા ભાગ લેવા જઈ રહેલા તમામ ખેલાડીઓ હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટી સહિત સમગ્ર ઉતર ગુજરાત ના ખેલાડીઓને ગૌરવ પ્રદાન કરે તેવી શુભકામનાઓ યુનિવર્સિટી અને ઉતર ગુજરાત ના ખેલાડીઓ વતી યુનિવર્સિટી ના કા. રજીસ્ટાર અને શા. શિ. નિયામક ડો. ચિરાગ ભાઈ પટેલે પાઠવી હતી.