નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ પાટણના એજ્યુકેટીવ ડાયરેકટરે પત્ર લખી તંત્રને અવગત કર્યું..
પાટણ તા. 20
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુબઈ પાટણના એજ્યુકેટીવ ડાયરેકટર ડો.જે.એચ. પંચોલી એ પશ્ચિમ રેલવેના રેલ્વે એક્ઝી ક્યુટીવ એન્જીનીયર સહિત પાટણ ના ધારાસભ્ય, પ્રાંત અધિકારી અને નગર
પાલિકા ને ઉદેશીને પત્ર લખી કોલેજ રોડ પર આવેલ અન્ડર બ્રીજ માંથી પાણી બહાર કાઢી તેની સાફ-સફાઈ કરાવવા બાબતે લેખિત રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
તેઓ દ્વારા કરાયેલી લેખિત અરજીમાં જણાવ્યું હતું કે નોર્થ ગુજરાત એજયુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત કોલેજ કેમ્પસ માં નર્સરી થી પોસ્ટ ગ્રેજયુએશનના આશરે 18500 બાળકો અને વિદ્યાર્થી ભાઈ-બહેનો તેમજ લગભગ 500 નો સ્ટાફ દરરોજ આ અંડર બ્રિજ માર્ગ પરથી અવર જવર કરે છે.અને આ સંસ્થા 64 વર્ષ જુની છે.ત્યારે પ્રાન્ત ઓફીસથી આગળ રેલ્વે દ્વારા અન્ડર બ્રીજ બનાવવામાં આવેલ છે.
જે દિવસેને દિવસે અભિશ્રાપરૂપ બનતો હોય એવું લાગે છે. હાલમાં રેલવે દ્વારા પાણી ના નિકાલ માટે અંડરબ્રીજની બાજુ માં જ સંપ બનાવવાની કામગીરી ચાલુ છે. આ કામગીરી દરમ્યાન ભૂગર્ભ ગટરની લાઈન તૂટી જતાં અંડરબ્રીજમાં ગટરનું ગંદુ પાણી ચાર-પાંચ દિવસથી ભરાઈ ગયેલ છે. જેની સફાઈ સમયસર કરવામાં આવેલ ન હોવાથી આવવા-જવા માટે રાહદારીઓને ઘણી તલીફ પડે છે, તેમજ ખૂબજ દુર્ગંધ પણ આવે છે. ઝેરી જીવ-જંતુઓનો ઉપદ્રવ થવાથી રોગચાળાનો પણ ભય રહેલો છે.
આ બાબતે નગરપાલિકાને મૌખિક જાણ કરતા તેઓએ એવુ વ્હેલ કે આ અમારો પ્રશ્ન નથી.આ અંડરબ્રીજ બનાવ્યા પછી વારંવાર સફાઈ બાબતે તેમજ અંદર પાણી ના નિકાલ માટે અમારે ધ્યાન દોરવુ પડે છે. જે તંત્ર માટે ખૂબજ શરમજનક બાબત ગણાય. રેલ્વે અને નગરપાલિકાની વચ્ચે હાલમાં તો પ્રજા પિસાઈ રહેલ છે. પ્રજાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી માનવતાની દ્રષ્ટીએ વિચાર કરી તાત્કાલિક અંડરબ્રીજની સફાઈ કરાવવા તેઓએ જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.