વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલ સર્વે ડેટાનું એનાલિસિસ કરી સરકાર સમક્ષ વિસ્તૃત રિપોર્ટ રજૂ કરાશે..
પાટણ તા. 11
અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન સત્તા-મંડળ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા ગુજરાત સરકાર ના માધ્યમથી અંબાજી ખાતે કરવામાં આવેલ જુદી જુદી યોજનાઓ થકી અંબાજી વિસ્તારના લોકો પર થયેલ આર્થિક તેમજ સામાજિક અસરને સમજવાના હેતુ સાથે હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી ના એમ એસ સી આઈ ટી વિભાગ અને આર્કિટેક્ચર વિભાગના 33 જેટલા સ્ટુડન્ટો ની રિસર્ચ ટીમ દ્રારા સર્વે કરવામાં આવ્યો હતો.
આ રિસર્ચ ટીમે આ પ્રોજેક્ટ અંતર્ગત અંબાજી મંદિર, ગબ્બર સહિત સમગ્ર અંબાજી શહેર અને આજુબાજુના વિસ્તારોમા 3000 હજારથી વધુ લોકો ના રૂબરૂ સર્વેક્ષણ કરી સંપૂર્ણ માહિતી એકત્ર કરી હતી.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની રિસર્ચ ટીમ દ્વારા અંબાજી ખાતેની એકત્ર કરાયેલી માહિતી નો ડેટા એનાલિસિસ કરી સરકાર સમક્ષ તેનો વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને તે રિપોર્ટ ના આધારે સરકાર દ્વારા અંબાજી ખાતેના ડેવલપમેન્ટ ની આગળ ની કામગીરી કરવામાં આવનાર હોવાનું આ પ્રોજેક્ટ ના પ્રિન્સિપલ ઈન્વેસ્ટીગેટર તરીકે ની જવાબદારી અદા કરનાર હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી ના શારિરીક શિક્ષણ નિયામક ડો.ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું.
અંબાજીના સર્વે ની કામગીરી મા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એમએસસીઆઈટી વિભાગ અને આર્કિટેક્ચર વિભાગના વિધાર્થીઓની રિસર્ચ ટીમ સાથે ડો.હેત ત્રિવેદી,મયુર પ્રજાપતિ, ડો.ધર્મેશ ઠાકર, ડો.વિપુલ ઉપાધ્યાય, ધવલ પટેલ, દિગ્વિજય સોલંકી,પ્રિયંકા પટેલ પણ જોડાયા હતા.
અહેવાલ યશપાલ સ્વામી