પાટણ તા. 16 તાજેતરમાં ફોર્થ સ્ક્રીન એજ્યુકેશન પુષ્કર રાજસ્થાનના તત્વાધાન ખાતે આયોજિત ટીચિંગએકસિ લેન્સ એવોર્ડ- વષૅ 2023 ના વિજેતાઓના નામની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં પાટણની પીપીજી એક્સપરિમેન્ટ શાળાના ભૌતિક વિજ્ઞાન ના મદદનીશ લેબ શિક્ષક ઝુઝારસંગ નાથુસંગ સોઢા ને ઓનલાઈન વોટિંગમાં રાષ્ટ્ર કક્ષાએ બીજા સ્થાને તથા ગુજરાત રાજ્ય માં પ્રથમ સ્થાન વોટિંગ પ્રાપ્ત થતાં તેઓને ટીચીંગ એકસેલન્સ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઝુઝારસંગ નાથુસંગ સોઢાના પ્રાયોગિક શિક્ષણ કાર્યની સાથો સાથ જિલ્લાકક્ષા, પ્રદેશ કક્ષા, રાજ્યકક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રોજેક્ટ વર્કમાં, કલા ઉત્સવ, યુવા ઉત્સવ ,ઇનોવેશન ફેર, એક્શન રિસર્ચ પેપર વર્ક સહિતની કામગીરીમાં શાળાને શિક્ષણ અને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં અગ્રેસર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે સાથે સાથે તેઓએ સામાજિક ક્ષેત્રે,પર્યાવરણ ક્ષેત્રે તથા વિવિઘ NGO માં સેવાના ઘણા પ્રક્લપો સાથે તેઓ જોડાયેલા છે. ટીચિંગ એક્સલન્સ એવોર્ડના રાષ્ટ્રકક્ષા એ બીજા અને રાજ્યકક્ષા એ પ્રથમ નંબર મેળવવા બદલ આગામી દિવસોમાં તેઓને સર્ટિફિકેટ , ટ્રોફી અને શિલ્ડ થકી સન્માનીત કરવામાં આવનાર છે ત્યારે તેઓની આ સિધ્ધી બદલ શાળા પરિવાર સહિત વિધાર્થીઓ, મિત્રવર્તુળ સ્નેહીજનો, વડીલો અને સર્વે હિતેચ્છુઓએ ગૌરવની લાગણી અનુભવી ઝેડ.એન. સોઢા ને શુભેચ્છાઓ પાઠવી ગૌરવ અપાવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી