fbpx

પાટણના નિવાસી અધિકક લેકટર દ્રારા સરકાર ની 13 મહત્વપૂર્ણ યોજના ઓ અંતર્ગત થયેલ કામોની સમીક્ષા કરાઈ..

Date:

પાટણ તા. 20
જિલ્લા સેવા સદન ખાતે શનિવારે નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ ની અધ્યક્ષતા માં કેન્દ્ર સરકારની 13 મહત્વ પૂર્ણ યોજનાઓમાં 100 ટકા સંતૃપ્તિ મેળવવા ના લક્ષ્યાંક અંતર્ગત થયેલ કામગીરી ની સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. બેઠકમાં સરકારની 13 મહત્વપૂર્ણ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગ દ્વારા શું કામગીરી કરવામાં આવી છે? કેટલા કામો થયા છે? તેમજ કેટલા કામો બાકી છે ? અને કેટલા કામો પ્રગતિમાં છે?તેની ઝીણવટપૂર્વકની માહિતી નિવાસી અધિક કલેક્ટરે મેળવી હતી.

જિલ્લા સેવા સદન ખાતે આયોજિત સમીક્ષા બેઠકમાં સરકારની 13 મહત્વ પૂર્ણ યોજનાઓ પી. એમ. આવાસ યોજના (શહેરી), પી.એમ,આવાસ યોજના (ગ્રામીણ), જલ જીવન મિશન, આયુષ્યમાન ભારત, પ્રઘાનમંત્રી ગ્રામ સડક, પી.એમ. કિસાન સન્માનનિધિ યોજના, પી.એમ.જીવન જ્યોતિ વીમા યોજના, સ્વામિત્વ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, ફીશરીઝ, અટલ પેન્શન યોજના,વગેરે યોજનાઓ અંતર્ગત કેટલા કામો હાલમાં પૂર્ણ થયા છે, કેટલા કામો બાકી છે તેમજ કેટલા કામો પ્રગતિમાં છે તે તમામની વિગતો નિવાસી અધિક કલેક્ટરે મેળવી હતી અને બાકી રહેલ કામો ઝડપથી પૂર્ણ કરવા માટે સુચન પણ કર્યું હતુ.

આ બેઠકમાં જિલ્લામાં નિર્માણ થઈ રહેલ અમૃત સરોવર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં હાલમાં કુલ 79 અમૃત સરોવર છે જેમાંથી 65ના કામો પૂર્ણ થયા છે અને 14ના કામો પ્રગતિમાં છે. આ અમૃત સરોવરની મુલાકાત લેવા માટે જિલ્લા માં કેન્દ્રના અધિકારીઓની ટીમ ટૂંક સમયમાં આવવાની છે. તેથી 79 અમૃત સરોવર માટે 10 ટીમની રચના કરવામાં આવશે.આ ટીમો અમૃત સરોવરના શુસોભન માટે ગાઈડ કરશે.

અમૃત સરોવરની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરી લેવા માટે જિલ્લા નિવાસી અધિક કલેક્ટરે સુચન કર્યું હતુ.આ સમિક્ષા બેઠકમાં સુજલામ સુફલામ યોજના તેમજ પ્રાકૃતિક ખેતી અંતર્ગત થયેલ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, ડી.આર.ડી.એ. નિયામક એસ. કે. મકવાણા તેમજ વિવિધ અધિકારી
ઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર મામલતદાર ની નિમણૂક કરવા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ..

પાટણ તા. 11ચેરમેન સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત, પાટણ...

પાટણના 200 વષૅ જુના રામજી મંદિરનો અયોધ્યા ની જેમ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો..

ભગવાન શ્રીરામ, સીતા અને લક્ષમણજીની મૂર્તિની પુન: પ્રતિષ્ઠામાં ભાવિક...