જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને રાષ્ટ્ર ધ્વજનાં હસ્તે લહેરાતી સલામી આપી..
જીલ્લા કક્ષાના ધ્વજ વંદન સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે અશ્વ શો લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા…
પાટણ તા. ૧૫
જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની ઉપસ્થિતિમાં સમી ખાતે યોજાયો હતો. જિલ્લા કલેકટરે રાષ્ટ્ર ધ્વજ ને લહેરાવી તિરંગા ને સલામી આપી જિલ્લાના નાગરિકોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. ધ્વજવંદન કરાવ્યા બાદ કલેકટરે પોલીસ પરેડનું નિરીક્ષણ કરી આઝાદી માટેના મહાસંગ્રામમાં જીવનનું બલિદાન આપનાર દેશના ક્રાંતિવીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કયૉ હતાં. આઝાદીના 78 માં વર્ષે ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલ હર ઘર તિરંગા અભિયાન માં અબાલ, વૃદ્ધ સૌ સહભાગી થયા અને શાનથી ત્રિરંગો લહેરાવ્યો હોવાનું જણાવ્યું હતું.
જિલ્લા કલેકટરે વધુમાં જણાવતાં કહ્યું કે, રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ કારી યોજનાઓ અને જીલ્લા વહીવટી તંત્રની કાર્યદક્ષતાના પરિણામે પાટણ જિલ્લો નિરંતર પ્રગતિ પથ પર રહેશે અને જિલ્લો વિકાસ નો પર્યાય બની રહે તે માટે સતત પ્રયાસરત રહેશે તેમ જણાવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણી બાદ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વિશિષ્ટ લોકોનું તેમજ વિવિધ અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
જિલ્લા કક્ષાનાં ધ્વજવંદન સમારોહમાં પાટણ જિલ્લાની વિવિધ શાળાઓએ દેશભક્તિથી ભરપૂર કાર્યક્રમો રજુ કર્યા હતા. પોલીસ વિભાગ તરફથી અશ્વ શો રજૂ કરવામાં આવ્યો. જેમાં શ્રેષ્ઠ કાર્યક્રમો રજુ કરનાર ટીમોને સન્માનિત કરવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓએ મેદાન પર આવીને શાનથી તિરંગો લહેરાવ્યો હતો. ત્યારબાદ જિલ્લા કલેકટર અને અન્ય મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ કરવામા આવ્યું હતુ.
સમી મુકામે યોજાયેલા જીલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં જિ. પં. પ્રમુખ હેતલબેન ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી દિલિપકુમાર ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા રવીન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર બી. એસ. પટેલ, મદદનીશ કલેકટર કુ. હરિણી કે. આર, ડી. આર. ડી. એ. ના નિયામક આર. પી. જોશી , પ્રાંત અધિકારી જય પટેલ, સમી તાલુકા પંચાયત પ્રમુખ હર્ષિલાબેન દવે સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ,સ્થાનિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી