fbpx

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષના સુશાસન તેમજ પાટણ શહેર ભાજપ પ્રમુખ ના જન્મ દિવસ ની ઉજવણી ના ઉપ્લક્ષ માં સેવાકિય પ્રવૃત્તિ કરાય..

Date:

બગવાડા દરવાજા ખાતે ઠંડા પાણીની પરબ, પાથરણા વાળી મહિલાઓને પાણીની બોટલો અને જલારામ મંદિર ખાતે મિષ્ટ ભોજન જમાડાયુ..

પાટણ તા. 23
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસન ના નવ વર્ષ ઉજવણી તેમજ પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી ના જન્મ દિવસ ના ઉપલક્ષ્યમા મંગળવાર ના રોજ પાટણ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરમાં બગવાડા દરવાજા ખાતે ઉનાળાની બળ બળતી ગરમીને ધ્યાનમાં રાખીને લોકોને ઠંડા પાણીની સુવિધા ઉપલબ્ધ બને તેવા શુભ હેતુ સાથે ઠંડા પાણીની પરબ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પાણીની પરબ આગામી અષાઢી બીજ ના પવિત્ર પર્વ સુધી નિયમિત પણે કાર્યરત રહેશે તેવું શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું.

સાથે સાથે શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરીએ પોતાના જન્મદિન નિમિત્તે તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના સફળ નવ વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમા શહેરના બગવાડા દરવાજા ખાતે પાથરણા પાથરી છુટક મજુરી કરતાં પરિવારજનો ને પાણી ની બોટલો તેમજ જલારામ મંદિર ખાતે દરિદ્ર નારાયણો ને મિષ્ટ ભોજન પિરસવામાં આવ્યુ હોવાનું તેઓએ જણાવ્યું હતું.

પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી ના જન્મદિન પ્રસંગે તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના નવ વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજન કરાયેલા આ સેવાકીય પ્રવૃત્તિ ના કાર્યક્રમ મા પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, મનોજભાઈ પટેલ, શહેર મહામંત્રી ગૌરવ મોદી, જયેશભાઈ પટેલ, અમિષ મોદી, સતીશ ઠક્કર, હર્ષ પટેલ, વિરેશ વ્યાસ સહિત પાટણ શહેર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો, નગરપાલિકાના કોર્પોરેટરો, મહિલા મોરચાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

વિદેશી દારૂ બીયરના જથ્થા સાથે રૂ.૨૩.૧૪ લાખના મુદ્દામાલ સાથે બે બુટલેગરો ઝડપાયા…

ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સોને ઝડપી લેવા પોલીસે ચક્રો...