fbpx

પાટણ નગરપાલિકામાં 35 વર્ષ સુધી પ્રસસનીય ફરજ બજાવનાર કમલેશકુમાર પ્રજાપતિ નો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો.

Date:

પાલિકાની વિવિધ શાખાના ચેરમેનો દ્વારા સાલ શ્રીફળ અને સાકર થી સન્માન કરી હુંફાળું વિદાય માન અપાયું..

પાટણ તા. 31 પાટણ નગરપાલિકા માં છેલ્લા 35 વર્ષથી વિવિધ વિભાગો માં પ્રશંસનીય કામગીરી કરી આગવી લોક ચાહના મેળવનાર અને તારીખ 31 ઓગસ્ટ 2023 ના રોજ ભૂગર્ભ ગટર શાખામાં જુનિયર કલાર્ક તરીકે ફરજ બજાવી વયમર્યાદા ને લઈને નિવૃત્ત થતા કમલેશકુમાર ચિમનલાલ પ્રજાપતિ નો ગુરૂવારના દિવસે સાંજે ભુગર્ભ ગટર શાખા ની ઓફિસ ખાતે ચેરમેન જયેશભાઈ પટેલ, એન્જિનિયર કિર્તીભાઈ પટેલ, પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ, વોટર વર્ક શાખાના ચેરમેન દીક્ષિત પટેલ, વાહન શાખાના ચેરમેન મહંમદ હુસૈન ફારૂકી, જન્મ મરણ શાખાના ચેરમેન હીનાબેન શાહ સહિત શાખાના સ્ટાફ પરિવાર દ્વારા સાલ, શ્રીફળ અને સાકરથી સન્માનિત કરી હુફાળુ વય નિવૃત્તિ વિદાય માન આપી નિવૃત્ત જીવન સુખ સમૃદ્ધિ અને શાંતિ મય સાથે નિરોગી બની રહે તેવી શુભેચ્છાઓ સાથે વિદાય માન આપવામાં આવ્યું હતું. વય નિવૃત્તિ ને લઈને વિદાય થઈ રહેલા કમલેશભાઈ પ્રજાપતિએ પાટણ નગરપાલિકામાં પોતાની 35 વર્ષની ફરજ દરમિયાન નગરપાલિકાના સ્ટાફ પરિવાર અને અધિકારીઓ સહિત કોર્પોરેટરના મળેલા સહકાર બદલ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર પોલીસે વિદેશી દારૂ નો જથ્થો ભરેલ સ્વીફ્ટ કાર સાથે એક શખ્સને ને ઝડપી લીધો..

આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે ઈસમોને ઝડપી લેવા ચક્રો...

ડો.બાબા સાહેબઆંબેડકર પ્રાદેશિક કેન્દ્રમાં સ્વાતંત્ર પવૅની ઉજવણી કરવામાં આવી..

પાટણ તા.16 હેચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં કાર્યરત ડો.બાબા...

પાટણ તાલુકા પંચાયત કચેરી કેમ્પસમાં ગવર્મેન્ટ લેબર કોન્ટ્રાક્ટરે ઝેરી દવા ગટગટાવતા સન સનાટી મચી…

ખાનપુરા-રાજકુવા ગામે પેવર બ્લોકના કામગીરીના પેમેન્ટ બાબતે તલાટી દ્વારા...