fbpx

મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ના હસ્તે પાટણ નગર પાલિકાના વિકાસ કાર્યો માટે રૂ. 4 કરોડનો ચેક અર્પણ કરાયો..

Date:

પાટણ તા. ૧૩
ગાંધીનગર સ્થિત મહાત્મા મુખ્યમંત્રી મંદિર ખાતે ગુરૂવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યની મહાનગર પાલિકાઓ અને નગર પાલિકાઓ ને શહેરી વિકાસ અને જનસુવિધાનાં વિવિધ વિકાસ કાર્યો માટે કુલ રૂ.2111 કરોડના ચેક અર્પણ કરવાનો કાયૅક્રમ યોજાયો હતો.

જેમાં પાટણ નગરપાલિકા ને પણ શહેરના વિકાસ કામો માટે રૂ. 4 કરોડનો ચેક અપૅણ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી સહિત ના મંત્રીઓ અને મહાનુભાવો ની ઉપસ્થિત મા પાટણ નગર પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને ચિફ ઓફિસર નિતિનભાઇ બોડાત ને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે પાટણ શહેરના વિકાસ કાર્યો માટે રૂ. 4 કરોડનો ચેક અપૅણ કરવામાં આવ્યો હતો.

મહાત્મા મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પાટણ નગર પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હીનાબેન શાહ, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, ચિફ ઓફિસર નિતિન બોડાત, નગર સેવક મનોજ ભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

સમી પોલીસે અલ્ટો કારમાં લઈ જવાતાં વિદેશી દારૂ ના જથ્થા સાથે બે શખ્સો ને દબોચ્યા..

પાટણ તા. ૮પાટણ જિલ્લાની સમી પોલીસે બાતમી ના આધારે...

પાટણ જિલ્લાના ખેડૂતોને એક વર્ષમાં ટ્રેક્ટર ખરીદવા રાજય સરકાર દ્વારા રૂ.4 .86 કરોડની સહાય અપાઈ..

પાટણ જિલ્લાના ખેડૂતોને એક વર્ષમાં ટ્રેક્ટર ખરીદવા રાજય સરકાર દ્વારા રૂ.4 .86 કરોડની સહાય અપાઈ.. ~ #369News

પાટણ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા પ્રા. શિ.માટે નો વધ ઘટ નો બદલી કેમ્પ યોજાયો..

પાટણ તા. ૨૩પાટણ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જિલ્લાના ધોરણ...