google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રોટરી ક્લબ ઓફ પાટણના વર્ષ 2023-24 ના પ્રમુખ,મંત્રી સહિતના સભ્યોનો પદગ્રહણ સમારોહ યોજાયો..

Date:

પ્રમુખ તરીકે રો. જુઝાર સિંહ સોઢા અને મંત્રી તરીકે રો.વિનોદ સુથાર સહિતના સભ્યોની શપથવિધિ કરાય..

પાટણ તા. 2
પાટણ શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેમાં પાટણની રોટરી કલબ ની સેવા પ્રવૃત્તિ સરાહનીય બનવા પામી છે.

તારીખ 2 જુલાઈ 2023 ને રવિવારના રોજ સવારે 10-30 કલાકે રોટરી કલબ ઓફ, પાટણ ના વર્ષ 23-24 ના નવીન પ્રમુખ, મંત્રી સહિત ના સભ્યોનો પદગ્રહણ સમારંભ નવજીવન હોટલના કોન્ફરન્સ હોલમાં ઈન્ટરનેશનલ ઓફિસર રોટેરિયન ડીજીએન નિગમ ચૌધરી, પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજયન,રો.વિનોદભાઈ જોષી,રો.
પરેશ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિત મા આયોજિત કરવામાં આવ્યો હતો.

રોટરી કલબ ઓફ પાટણ ના વષૅ 2023-24 ના પ્રમુખ તરીકે રો.ઝુઝારસિહ સોઢા,મંત્રી રો.વિનોદભાઈ બી.સુથાર સહિત ના સભ્યોનો મહાનુભાવો દ્રારા પદ ગ્રહણ કરાવી સપથ સાથે જવાબદારી સોંપવામાં આવી હતી.

રોટરી ક્લબ પાટણના વર્ષ 2023-24 ના નવનિયુક્ત પ્રમુખ રો. જુઝારસિંહ સોઢાએ ક્લબની સેવા પ્રવૃત્તિને આગળ ધપાવવા તેમજ ક્લબમાં મહિલાઓ પણ જોડાઈને સેવા કાર્યમાં સહભાગી બને તેવા ઉદેશ સાથે વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

રોટરી ક્લબ ઓફ પાટણ ના પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેલા જિલ્લા કલેકટર સહિતના મહાનુભાવોએ રોટરી ક્લબ પાટણની પ્રવૃત્તિને સરાહની લેખાવી નવ નિયુકત પ્રમુખ,મંત્રી સહિતની ટીમ દ્વારા આ સેવા પ્રવૃત્તિ ને આગળ ધપાવી રોટરી ક્લબ પાટણનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

રોટરી ક્લબ ઓફ પાટણના પદગ્રહણ સમારોહનું સુંદર સંચાલન રો.બાબુભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના કોડધા વાડીલાલ તળાવ માં 70 પ્રજાતિના હજારો યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા..

પાટણ ના કોડધા વાડીલાલ તળાવ માં 70 પ્રજાતિના હજારો યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા.. ~ #369News

પાટણમાં ક્રિષ્ના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો વિધાનસભા અધ્યક્ષના વરદ હસ્તે પ્રારંભ કરાયો..

આરોગ્યની નગરી પાટણ શહેરમાં ક્રિષ્ના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દરિદ્ર...

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 13 ઓગસ્ટના રોજ પાટણમાં યોજાશે ભવ્ય તિરંગા યાત્રા….

પાટણ તા. ૭દેશમાં સ્વતંત્રતા પર્વને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ...