પ્રિ મોન્સૂન અંતગૅત પાલિકા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી..
પાટણ તા. 27
પાટણ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસા ને ધ્યાનમાં રાખીને પ્રિ -મોન્સૂન ની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે શહેરના ટેલિફોન એક્સચેન્જ માગૅ પર મિનળપાકૅ સોસાયટી ત્રણ રસ્તા થી કમૅભૂમિ સોસાયટી તરફના માગૅ પર ભરાતા વરસાદી પાણી ના નિકાલ ની વ્યવસ્થા માટે પાલિકા તંત્ર દ્વારા આ માગૅ પર 13 જેટલી ચેમ્બરો ના અંદાજિત રૂ. 3 લાખના કામ ને મંજૂર કરી તેનો વકૅ ઓડૅર આપવા માં આવતાં એજન્સી દ્વારા આ વિસ્તાર માં વરસાદી પાણી ના નિકાલ માટે કાયૅરત કરાનાર ચેમ્બરોની માપણી નું કામ હાથ ધરવામાં આવ્યું હતું જે કામ ગીરી પૂર્ણ થયે ટુક સમયમાં આ વિસ્તારમાં વરસાદી પાણી માટે ની ચેમ્બરો ના કામ શરૂ કરવા માં આવનાર હોવાનું એજન્સી ના માણસો એ જણાવ્યું હતું.શહેરના મિનળ પાકૅ સોસાયટી થી કમૅભૂમિ સોસાયટી તરફના માગૅ પર ચોમાસા દરમ્યાન ભરાતા વરસાદી પાણી ના નિકાલ માટે પાલિકા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ કામગીરી ને વિસ્તાર ના રહીશો એ સરાહનીય લેખાવી છે.