પાટણમાં ડો. પ્રભુ ચૌધરી અને ડો.રામ ચૌધરી ના નવીન સાહસરૂપએડવાન્સ ઓર્થોપેડિક હોસ્પિટલ એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર નો પ્રારંભ કરાયો..

પાટણ તા. 28 તબીબી નગરી તરીકે પાટણે આગવી ઓળખ ઉભી કરી છે ત્યારે આ ઓળખમાં મોરપીંછ સમાન બની રહેનાર ડો. પ્રભુ.એન.ચૌધરી અને ડો. રામ બી. ચૌધરી ના નવીન સાહસરૂપ એડવાન્સ ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર નો રવિવાર ના પવિત્ર દિવસે શહેરના પાટણ ડીસા હાઈવે માર્ગ પર આવેલ મંગલમ સ્ક્વેર ખાતે રાજકીય, સામાજિક આગેવાનો ની વિશાળ ઉપસ્થિત મા શુભારંભ કરવામાં આવ્યો હતો. શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા સૌ આગંતુકો દ્રારા બન્ને તબીબોના સાહસ ને સરાહનીય લેખાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

તો સૌ આગંતુકો નું બન્ને તબીબોના પરિવારજનોએ શાબ્દિક સ્વાગત કરી આવકારી આભાર ની લાગણી વ્યક્ત કરી પાટણ શહેરમાં કાયૅરત બનેલ એડવાન્સ ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટરની ઉપલબ્ધ સુવિધા બાબતે અવગત કરી જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં કોમ્પ્યુટર નેવિગેટ ની રિપ્લેસમેન્ટની સર્જરી, એનએબીએચ માન્ય મોડ્યુલર ઓપરેશન થિયેટર, ઘૂંટણનો કૃત્રિમ સાંધો, સિમેન્ટિંગ પહેલા વપરાતી પલ્સ દવાજ, સિસ્ટમ સર્જરીમાં વપરાતા પાણીમાં ભીના ન થતા ખાસ ડ્રેઈસ્ડ, 24 કલાક ઇમરજન્સી ટ્રોમા કેર, ડિજિટલ એક્સ રે, એમ્બ્યુલન્સ સર્વિસ, સીસીટીવી કેમેરા થી સજજ, આર ઓ પાણીની સુવિધા, સેન્ટ્રલાઈઝ ઓક્સિજનની સુવિધા સાથે પાર્કિંગની અલાયદી સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાનું બન્ને તબીબોએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી