fbpx

પાટણ સમીપ આવેલા અનાવાડા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ ગામ તોરણ બંધાયુ..

Date:

ગામના શ્રી જોગણી માતાજીના મંદિર પરિસર ખાતેથી માતાજીના નીકળેલા રથમાં સમસ્ત ગ્રામજનો જોડાયા..

પાટણ તા. 23
ભારતીય સંસ્કૃતિની પરંપરાઓ પણ અનેરી છે વર્ષો પૂર્વે ગ્રામ્ય વિસ્તારો માં ગામની રચના થઈ હોય ત્યારે વડીલો દ્વારા ગામની તેમજ ગ્રામ લોકોની રક્ષા માટે ગામ તોરણ ગામના ગોંદરે બાંધવામાં આવતું હતું. જે ગામ તોરણને વર્ષોની પરંપરા અનુસાર ગામની રચનાના દિવસે ધાર્મિક વિધિ વિધાન સાથે સમસ્ત ગ્રામજનો એકત્રિત થઈ નવુ તોરણ બાંધી સમગ્ર ગામ જનોની સુખ,સમૃદ્ધિ અને શાંતિ બની રહે તેવી પ્રાર્થના વ્યક્ત કરાતી હોય છે.

ત્યારે આવી જ પરંપરા ગતરોજ પાટણની સમીપ આવેલા અનાવાડા ગામના ગ્રામજનો દ્વારા ગામ મુકામે શ્રી જોગણી માતાના મંદિર ખાતે થી પરંપરાગત મુજબ માતાજી નો રથ કાઢવામાં આવ્યો. અને ગામ તોરણીયે ભક્તિ સભર માહોલમાં વિધિ વિધાન મુજબ નવીન તોરણ બાંધવામાં આવ્યું હતું.


આ પ્રસંગે ગામના સૌ લોકોએ ભેગા મળી આ વર્ષોની પરંપરા મુજબ ઉજવાતા પ્રસંગ નો લાભ લઈ સમસ્ત ગ્રામજનોમાં સુખ,સમૃદ્ધિ અને શાંતિ બની રહે તેવી પ્રાર્થના કરી પ્રસંગને દીપાવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરમાં 24 કલાકમાં પાંચ ઇંચ થી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ..

નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા.. પાટણ તા....

ધારણોજ ના સેવા ભાવી યુવા કાર્યકર મોહન ભાઈ રબારીનું પાટણ ક્રિષ્ના ગ્રુપે ગીતા નું પુસ્તક અર્પણ કરી બહુમાન કર્યું..

ધારણોજ ના સેવા ભાવી યુવા કાર્યકર મોહન ભાઈ રબારીનું પાટણ ક્રિષ્ના ગ્રુપે ગીતા નું પુસ્તક અર્પણ કરી બહુમાન કર્યું.. ~ #369News

ભગવાન જગન્નાથજી ની 142 મી રથયાત્રા પૂર્વે સૌ પ્રથમ વાર જળયાત્રા નીકળશે…

જળયાત્રા આનંદ સરોવર સામે આવેલ ગણેશ આશ્રમથી પ્રસ્થાન પામી...