fbpx

પાટણ પાલિકાએ ઢોરવાડામાં પુરેલ 20 થી વધુ ઢોરો અજાણ્યા ઈસમો ઢોરવાડા નું તાળું તોડી ભગાડી ગયા..

Date:

પાલિકા પ્રમુખ ની સુચના થી ઢોર ડબ્બા શાખાના કલાકૅ દ્રારા આ મામલે એ ડિવિઝન પોલીસે લેખિત અરજી આપી…

એ ડિવિઝન પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ ના ચક્રો ગતિમાન કયૉ..

પાટણ તા. 20 પાટણ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાને નિવારવા કલેકટર ની સુચનાથી પાલિકા તંત્ર કટિબદ્ધ બની શહેરમાં રખડતાં ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.ત્યારે નગર પાલિકાની ઢોર ડબ્બા ટીમ દ્વારા ડબ્બે કરાયેલ 20 થી વધુ ઢોરો ને પકડી મોતિસા દરવાજા નજીક ના ઢોર વાડા મા રાખવામાં આવ્યા હતા ત્યારે ગતરાત્રે કોઈ અજાણ્યા ઈસમો ઢોર વાડા ના દરવાજા નું તાળું તોડી અંદર રખાયેલ 20 થી વધુ ઢોરો ને છોડાવી જતાં અને આ બાબતે ઢોર ડબ્બા ના કમૅચારીઓ ને જાણ થતાં તેઓએ વિસ્તારના કોર્પોરેટર દેવચંદભાઈ પટેલને જાણ કરતા તેઓએ આ બાબતે પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર નું ધ્યાન દોરતા તેઓએ ઢોર ડબ્બા શાખાના કલાકૅ ભરતભાઈ પટેલ ને ઢોર છોડાવી જનાર અજાણ્યા ઈસમો સામે ફરિયાદ દાખલ કરવા સુચના આપતાં બુધવારે ઢોર ડબ્બા શાખાના કલાકૅ દ્રારા ઢોર છોડાવી જનારા અજાણ્યા ઈસમો વિરૂદ્ધ લેખિતમાં અરજી આપતાં એ ડિવિઝન પોલીસે આ વિસ્તાર ના સીસીટીવી ફૂટેજ તપાસી ઢોર છોડાવી જનારા અજાણ્યા શખ્સોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાને નિવારવા કલેકટર ની સૂચનાથી પાલિકા તંત્ર દ્વારા હાથ ધરાયેલી ઢોર ડબ્બા ની કામગીરી સરાહનીય બની છે ત્યારે કેટલાક તત્વો ઢોર વાડા મા પુરેલા ઢોરો છોડાવી જતાં આવા તત્વોને ઝડપી તેઓની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માગ શહેરીજનોમાં પણ પ્રબળ બની છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સિધ્ધપુર હાઇવે માર્ગ પર કમલીવાડા નજીક ગરમીના કારણે અશક્ત હાલતમાં પડેલ વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યો..

પાટણ સિધ્ધપુર હાઇવે માર્ગ પર કમલીવાડા નજીક ગરમીના કારણે અશક્ત હાલતમાં પડેલ વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યો.. ~ #369News

પાટણ સરકારી બાળ ગૃહના બાળકોએ “વીર બાલ દિવસ – ૨૦૨૩” ની ઉજવણી કરી….

પાટણ તા. ૨૭પાટણ જિલ્લામાં આવેલ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર...