પાટણ તા. 21
સમગ્ર ભારતની બીજા નંબરની અને ગુજરાતની પ્રથમ ક્રમાંકની ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રા અમદાવાદ ખાતે સંપન્ન થઈ. હૈયે હૈયુ ભિસાય તેવી જનમેદનીમાં નગરના નાથના સૌ ભાવિ ભક્તો એ આશિર્વાદ મેળવ્યા.
આવા નરસમુદ્રના ઘોડાપુરમાં રથયાત્રા નિકળ્યા બાદ પાણીના પ્લાસ્ટિક ગ્લાસ, નાસ્તાની ડિશો અને ફુડ પેકેટ તેમજ અન્ય ઘણી ગંદકી થતી હોય છે. ત્યારે હકારાત્મક વિચારો અને યુવા વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય નિર્માણ તેમજ યુવા વિદ્યાર્થીઓનાં મુંઝવતા પ્રશ્નો માટે સતત કાર્યરત રહેતા છાત્ર સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્ટુડન્ટ ફોર સેવા થકી રથયાત્રાના સમગ્ર પથ પર યુવાનો દ્વારા સતત સ્વચ્છતા અભિયાન ચાલુ રાખવામાં આવેલ હતું.
આ અભિયાનમા પાટણથી એમ.એસ.સી . આઈ. ટી મા અભ્યાસ કરતા પાઠક કાર્તિકેય અને બી.એડ માં અભ્યાસ કરતા દેસાઈ સાહિલ અને એસ.કે.સી.બી.એમ ના બી.બી.એ માં અભ્યાસ કરતાં ચુનંદા વિદ્યાર્થીઓએ અમદાવાદ ખાતે સેવાર્થે રથયાત્રામાં જોડાયા હતા.જેમા યુવા વિદ્યાર્થીઓએ સેવા સાથે ધર્મકાર્ય તેમ બંન્નેનો લાભ ધન્યતા અનુભવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી