google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

યુનિવર્સિટી ના કમ્પ્યુટર વિભાગ ના M.Sc. IT ના છેલ્લા વર્ષ ના વિદ્યાર્થીઓનું સતત બીજા વર્ષે 100% પ્લેસમેંટ..

Date:

પાટણ તા. 30
હેમચંદ્રાચાર્ય.ઉ.ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં છેલ્લા 23 વર્ષથી કાર્યરત કમ્પ્યુટર વિભાગમાં M.Sc IT અને MCA કોર્સ ચાલે છે જેમાં છેલ્લા વર્ષમાં ઇંન્ડસ્ટ્રિયલ પ્રોજેકટ કરી વિધાર્થીઓએ અલગ અલગ IT કંપની ઓ જેવી કે Microsoft, Google, Infosys, TCS, Wipro, Capgemini સહિત સરકારી સંસ્થાઓમાં નોકરી કરતા હોય છે.અને પોતાનો IT બિઝનેસ પણ કરતાં હૉય છે. ચાલુ વર્ષ 2022-23 ના M.Sc.IT ના તમામ વિધાર્થીઓનું stipend સાથે પ્લેસમેંટ થયેલ છે જે સંસ્થાના તમામ અનુભવી શિક્ષકો માટે ગૌરવ સમાન છે.

ઉલ્લેખનીય છે કે અગાઉના વર્ષના વિદ્યાર્થીઓ પણ MNC આઇટી કંપની ઑમાં દેશ અને વિદેશમાંસારી પોસ્ટ પર જોબ કરે છે જેનો સીધો ફાયદો પણ હાલના વિધાર્થીઓને મળતો હોય છે તેમજ કોરોના કાળ બાદ આઇટી ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય ની તકો ખૂલતાં વિધાર્થીઓનો આઇટીમાં ધસારો જોવા મળ્યો છે.છેલ્લા વર્ષોમાં કમ્પ્યુટર વિભાગના M.SC. IT અને MCA બંને કોર્સમાં સીટો ફૂલ થઈ જતા પ્રવેશ માટે waiting જોવા મળ્યું જે હેમચંદ્રા ચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી ની સારી શિક્ષણ પ્રણાલી નું પરિણામ હોવાનું ડિપાર્ટમેન્ટ ના હેડ ડો. ભાવેશભાઈ પટેલે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પંથકની કેનાલોમાં સિંચાઈનું પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી છવાઈ..

રવિ સીઝનના પાકોના વાવેતર સમયે કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોને...

નેશન બિલ્ડર એવોડૅ થી સન્માનિત થતાં પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના શિક્ષક હષૅદ કુમાર પ્રજાપતિ..

એવોર્ડ પ્રાપ્ત કરનાર હષૅદકુમાર પ્રજાપતિએ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ નું...

પાટણના શ્રી બાળા બહુચર માતાજીના મંદિરે મહા સુદ પૂનમે માતાજીની અસવારી નીકળી..

માતાજીની અસવારીના દર્શન માટે મોટી સંખ્યામાં મોઢ મોદી જ્ઞાતિ...