સમસ્ત કંથરાવિયા નાનીસરા યુવા મિત્ર મંડળ દ્વારા ગુરૂ ભિખંનશાહ પીર દાદા ના પવૅને યાદગાર બનાવ્યો.
પાટણ તા. 30
સમસ્ત કંથરાવિયા નાનીસરા પરિવાર યુવા મિત્ર મંડળ દ્રારા સવંત ૨૦૭૯ વૈશાખી અમાસ ના રોજ ગુરૂ ભિખંનશાહ પીર દાદા ની ભવ્ય શોભાયાત્રા અને કવ્વાલી તેમજ વિવિઘ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.પાટણ શહેરમાં ગુરૂ ભિખંનશાહ પીરદાદા ની શોભાયાત્રા ગુરૂ મંદિરે થી નિકળી પીપળાગેટ,પંચા સરા, મેઈન બજાર, ત્રણ દરવાજા, ગુર્જરવાડા થઈ નીજ મંદિરે પરત ફરી હતી.
મસ્ત નાનીસરા પરિવાર નાં વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો હષૉલાસ સાથે મોટી સંખ્યામાં શોભાયાત્રા મા જોડાયા હતા. આ પ્રસંગે રાત્રે અમદાવાદના મશહૂર કવ્વાલ શાહીલઅલી ચિસ્તી અને તેમના ગૃપ દ્વારા કવ્વાલી ના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ.જેનો મોટી સંખ્યામાં ભાવિક ભકતોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
પાટણ શહેર નાં નાનીસરા પરીવારના વર્ષો જૂના આ ગુરૂ ભિખંનશાહ પીરદાદા સ્થાનકે આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત કંથરાવિયા નાનીસરા પરિવાર યુવા મિત્ર મંડળ સહિત દાતા પરિવારોએ જહેમત ઉઠાવી હતી.