આથિર્ક સહાય ની રકમ બાળકો ના શિક્ષણ પાછળ ખચૅ કરવા અપીલ કરતા જિ.પં.પ્રમુખ…
પાટણ તા. 1
રાજય સરકાર દ્રારા ખેડુત કે ખેડુત સંતાનનું અકસ્માતમાં અવસાન થાય તો ખેડુત અકસ્માત વિમા યોજના હેઠળ રૂા.1 લાખ ની આથિર્ક સહાય આપવામાં આવે છે. સિધ્ધપુર તાલુકાના વાધણા ગામના ખેડુત ખાતેદાર સ્વ.હુસૈનમહમદ ઇસ્માઇલ કડીવાલ નું તાજેતરમાં અકસ્માાતે અવસાન થયેલ હતું. તેઓને ખેડુત અકસ્માત વિમા સહાય યોજના હેઠળ દરખાસ્ત તૈયાર કરી રાજય સરકારના ભંડોળ માંથી રૂા.1 લાખ ની આથિર્ક સહાય અવસાન પામનાર ના વારસદાર કડીવાલ સાજેદાબાનું હુસેન મહમદ ને રૂા.1 લાખ નો ચેક જિલ્લા પંચાયત, પાટણના પ્રમુખ ભાનુમતિબેન મકવાણને હસ્તે અપૅણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ખેતીવાડી અધિકારી ઝેડ. વી. પટેલ, વિસ્તરણ અધિકારી એન. જે. પટેલ, આર.બી.ચૌધરી, બી.કે.વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.અને અકસ્માતે અવસાન પામનાર પ્રત્યે જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ના અધિકારી એ સંવેદના વ્ય્ક્ત કરતાં વારસદાર પરિવારને આ રકમનો બાળકોના શિક્ષણ જેવા સારા હેતું માટે ઉપયોગ કરવા જણાવ્યું હતું.