google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

વારાહી ના શેરપુરા ખાતેથી અનઅધિકૃત પામોલીન તેલના 960 પાઉચ સાથે એક શખ્સ ઝડપાયો..

Date:

બાતમીના આધારે વારાહી પોલીસે ઓચિંતો છાપો મારી સફળતા મેળવી..

પાટણ તા. 2
વારાહી પોલીસે બાતમી ના આધારે શેરપુરા ખાતેથી અન અધિકૃત પામોલીન તેલના પાઉચ નંગ 960 સાથે એક શખ્સ ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોઇ જે આધારે નાયબ પોલીસ અધિક્ષક રાધનપુરના ડી.ડી.ચૌધરી, નાઓ ના માર્ગદર્શન હેઠળ વારાહી પોલીસ સ્ટેશનના પો.સ.ઇ એ.પી.જાડેજા તથા વારાહી પોલીસ સ્ટાફ સાથે પો.સ્ટે. વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી હકીકત આધારે શેરપુરા ગામની સીમમાંથી મલેક નજીરખાન મહમદખાન ખાનાજી ઉ.વ.23 રહે-રેલ્વે સ્ટેશન રોડ,એકવીસ મકાન વારાહી, તા-સાંતલપુર જી-પાટણ વાળા ના કબજા ભોગવટાના ખેતરમાંથી ખાખી કલરના બોક્ષ નંગ-48 મળી આવેલ જેના ઉપર એક સાઇડ હિંદીમા હિમાની બેસ્ટ ચોઇસ રિફાઇન્ડ પામોલીન ઓયલ તથા અન્ય અંગ્રેજીમા લખાણ લખેલ છે તેમજ બોક્ષની બીજી સાઇડ સલમાન ખાન નો ફોટો તેમજ તેની બાજુમા અંગ્રેજીમા Himani Best Choice REFINED PALMOLEIN OIL તેમજ તેની ઉપર ખુણા ના ભાગે અંગ્રેજીમા 500 ml Pouch લખેલ હોઈ જે તમામ બોક્ષ પંચો રૂબરૂ ખોલી જોતા જેમા નાના-નાના પ્લાસ્ટીકના પાઉચ હોઇ જે એક બોક્ષમા 20 પાઉચ લેખે કુલ પાઉચ નંગ-960 મળી આવેલ જે એક પાઉચ ની કિ.રૂ.70/- લેખે પાઉચ કુલ નંગ- 960 ની કુલ કિ. રૂ. 67200/- ગણાય જે પકડાયેલ ઈસમે પામોલીન તેલના જથ્થાના બિલ પોતાની પાસે નહીં રાખી પામોલીન તેલનો જથ્થો અનઅધિકૃત રીતે મેળવેલ હોવાનુ જણાઈ આવતા પામોલીન તેલના પાઉચનો જથ્થોસી.આર.પી.સી.ક-102 મુજબ તપાસ અર્થે કબજે કરી સદરી ઈસમ ને સી.આર.પી.સી.ક-41(1)ડી મુજબ અટક કરી આગળની વધુ તપાસ વારાહી પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે ધલો ઓફ અંડર સ્ટેન્ડીગ વિષય પર વ્યાખ્યાન માળા યોજાઈ.

રોટરી કલબ પાટણ અને એ- સ્કેવર ના સંયુક્ત ઉપક્રમે...

પાટણમાં મુસ્લિમ સમાજ દ્રારા તાજીયા ઝુલુસ અંતગૅત બનાવવામાં આવતા કલાત્મક તાજીયા અને ધોડાઓને આખરી અપાયો..

પાટણ તા. ૧૪મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર તાજીયાને હવેગણતરીનાં દિવસો...

શંખેશ્વરના સિપુર પ્રા. શાળા ખાતે 74 માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ..

પાટણ તા. 30શંખેશ્વર તાલુકાની સિપુર ગામની પ્રાથમિક શાળા ખાતે...