પાટણ તા. ૨૭
હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીજા તબક્કામાં સ્નાતક સેમ 4 ની પરીક્ષાઓનો બુધવાર થી શાંતિ પૂણૅ માહોલ મા પ્રારંભ થયો હતો.જેમાં ઉત્તર ગુજરાતના 120 પરીક્ષા સેન્ટર ઉપર અંદાજે 50,000 છાત્રોએ પરીક્ષાઓ આપી હોવાનુ યુનિવર્સિટી ના પરિક્ષા વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા માર્ચ જુનની વાર્ષિક પરીક્ષાઓ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબક્કા ની પરીક્ષાઓ પૂર્ણ થતા બુધવારથી બીજા તબક્કાની પરીક્ષાઓનો આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં સેમ 4 ના બી.એ , બી.કોમ સહિતના વિવિધ અભ્યાસક્રમની પરીક્ષાઓ લેવામાં આવી હતી. પરીક્ષા વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના અંદાજીત સેમ 4 ના 50000 છાત્રોની 120 પરીક્ષા કેન્દ્રો ઉપર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પરીક્ષામાં યુનિવર્સિટી દ્વારા સેન્ટ્રલ ઓબ્ઝર્વેશન સાથે સેન્ટ્રલ એસેસ મેન્ટ કરવામાં આવશે. જેથી છાત્રો ની પરીક્ષા ના પરિણામ ઝડપી આવશે. તેવુ યુનિવર્સિટી પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતુ.
અહેવાલ યશપાલ સ્વામી