google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ શહેર સહિત જિલ્લામાં વહેલી સવારે ગાજવીજ સાથે મુશળધાર મેધો વરસ્યો..

Date:

પ્રતિ કલાકની 20 થી 30 કી. મી.ની ઝડપે પવન ફુકાતા ધામિર્ક પ્રસંગે બાંધવામાં આવેલ મંડપ પણ ઉડયા..

શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ના કારણે જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ..

પાટણ તા. 4
દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે, જેની અસરથી પાટણ જિલ્લામાં કેટલાંક વિસ્તારોમાં 20 થી 30 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે રવિવારે વહેલી સવારથી પાટણમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ શરૂ થયો હતો.

શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે. જેના પગલે રવિવારે વહેલી સવારથી પાટણ શહેર સહિત જિલ્લામાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો જેના કારણે શહેરના નીચાનવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.

તો જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં વહેલી સવારે 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાયો હતો. જેના કારણે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં ધામિર્ક પ્રસંગને લઈ બાંધવામાં આવેલ મંડપ પણ ઉડી જવા પામ્યો હતો જોકે કોઈ માનવ જાનહાનિ ન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.

વરસાદ અને પવનને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ જવા પામી હતી. પાટણ જિલ્લાના નવ તાલુકામાં સવારે 6 થી 8 વાગ્યાના બે કલાકમાં નોંધાયેલા વરસાદી આકડા જોઈએ તો પાટણમાં 31MM, સરસ્વતી તાલુકામાં 24 MM, ચાણસ્મા 12 MM,સાંતલપુર 10MM, સિદ્ધપુર 8MM, હારીજ 6 MM, સમી 3 MM, શંખેશ્વર 2MM વરસાદ નોંધાયો હોવાનું હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મામાં નવીન કોર્ટ બિલ્ડીંગ ત્રણ મહિના થી તૈયાર છતાં લોકાર્પણ દેખાતી રાહ..

ચાણસ્મામાં નવીન કોર્ટ બિલ્ડીંગ ત્રણ મહિના થી તૈયાર છતાં લોકાર્પણ દેખાતી રાહ.. ~ #369News