fbpx

પાટણ ની સાગોટાની શેરી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે રહીશોએ કલેકટર કચેરી ખાતે રજુઆત કરી.

Date:

પાટણ તા. ૨૯
પાટણ શહેરના એવા કેટલાય હિન્દુઓના મ મહોલ્લા અને વિસ્તાર છે કે જ્યાં ધીરે ધીરે વિધર્મીઓ મકાનો ની ખરીદી કરી પોતાનું સામ્રાજ્ય સ્થાપવાની પ્રેરવી કરી રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે ગુરૂવારના રોજ પાટણ શહેરના સાગોટા ની શેરીમાં રહેતા હિન્દુ પરિવારના લોકોએ પોતાના મહોલ્લામાં ધીરે ધીરે 30 ℅ ઉપર વિધર્મીઓ દ્વારા મકાનોની ખરીદી કરી પોતાનું સામ્રાજ્ય જમાવવાનો પ્રયાસ શરૂ કર્યો હોય જેને ધ્યાનમાં રાખીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકર્તાઓને સાથે રાખી કલેક્ટર કચેરી ખાતે ઉપરોક્ત વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.
કલેકટર કચેરી ખાતે એકત્ર થયેલા સાગોટાની શેરીના લોકો એ મહોલ્લામાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી મોહલ્લામાં હિન્દુઓ દ્વારા વિઘર્મીઓને વેચાતા મકાનો અટકાવવાની ઉગ્ર રજૂઆત સાથે લેખિતમાં જાણ કરી હતી.

પાટણ શહેરની સાગોટા ની શેરીમાં રહેતા હિન્દુ પરિવારના લોકોએ પાટણ કલેકટર કચેરી ના અધિકારી સમક્ષ પોતાની હૈયા વરાળા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારા આ મહોલ્લા માં પ્રજાપતિ, ઠાકોર, દરજી, મોદી સહિત હિન્દુ જાતીના પરિવારજનો વસવાટ કરતાં હતા પરંતુ સમય જતાં કેટલાક સમાજના લોકો મહોલ્લો છોડી સોસાયટી વિસ્તારમાં રહેવા જતાં આવા પરિવારજનો દ્વારા પોતાના મકાનો વિધર્મી ઓને વેચવાનું શરૂ કરતાં હાલમા અમારા મહોલ્લામાં 30℅જેટલા વિધર્મી ઓના મકાન છે.જે મકાન ખરીદ કરનાર વિધર્મી પરિવારોની ખાણી પીણી અને રહેણી કરણી ના કારણે મહોલ્લામાં રહેતા હિન્દુ પરિવારો મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે.તો આ મહોલ્લામાં આવેલ પ્રજાપતિ, દરજી કાપડીયા સમાજના દેવી દેવતાઓના મંદિર પણ આવેલ હોય જેને લઈને પણ હિન્દુ ધમૅ ની આસ્થાને ઠેસ પહોચી રહી છે. તો મહોલ્લામાં રહેતા હિન્દુ પરિવારના લોકો ને વિધર્મીઓ એન-કેન પ્રકારે હેરાન પરેશાન કરી પોતાના મકા નો વેચવા મજબુર કરી રહ્યા હોવાના આક્ષેપો સાથે રહીશોએ પોતાના મહોલ્લામાં અશાંત ધારો લાગુ કર વા તેમજ હિન્દુઓ દ્વારા વિધર્મીઓને વેચવામાં આવતા મકાનો અટકાવવા ની માંગ સાથે રજુઆત કરી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

આજે એક દિવસની મુલાકાતે ગુજરાતના મુખ્યમંત્રી પાટણ ખાતે પધારશે..

આજે એક દિવસની મુલાકાતે ગુજરાતના મુખ્યમંત્રી પાટણ ખાતે પધારશે.. ~ #369News

આયુષ્યમાન ભવ: કાર્યક્રમ હેઠળ પાટણ જનરલ હોસ્પિટલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો..

કેમ્પની અંદર જરૂરિયાત મંદ લોકોને આયુષ્યમાન કાર્ડ અને ABHA...